અમરેલી-જાફરાબાદ પંથકમા મેઘો મહેરબાન

admin
1 Min Read

ચોમાસાની સીઝન પૂર્ણ થવાની આરે છે, અને વરસાદની ખેંચ વર્તાઈ રહી છે. જેને કારણે ખેડૂતોને નુકશાન થવાની ભીતિ હતી. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમરેલી જિલ્લમાં પણ વરસાદ પડી રહ્યો છે. જેને કારણે ખેડૂતોમાં વધુ ચિંતા જોવા મળીરહી છે. અમરેલી જિલ્લના જાફરાબાદ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જાફરાબાદના નાગેશ્રી મીઠાપુર દુધાળા સહિતના વિસ્તારોમાં મેઘો મહેરબાન બન્યો છે. ત્યારે ભર ભાદરવામાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોને પાક નિષ્ફળ જવાની સ્થિતિ સર્જાઈ છે. ભાદરવામાં થતા રોકડિયા પાક બાજરી, તલ, મગ, અડદ તેમજ મગફળીના પણ ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. એક તરફ કોરોના કાળે તબાહી સર્જી હતી. ત્યારબાદ વાવાઝોડાએ પણ વિનાશ સર્જ્યો હતો. ત્યારબાદ ભર ભાદરવે વરસાદ થતાં ખેડૂતો પાક નિષ્ફળ જવાની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ છે.

Share This Article