ગુજરાત-અમરેલી હોમિયોપેથીક પરીક્ષામાં કૌભાંડ મુદે ઇડીએસસીની તપાસ

admin
2 Min Read

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન અમરેલીની કોલેજમાં હોમિયોપેથીમાં પરીક્ષા બાદ જૂની સપ્લિમેન્ટરી જવાબ સાથે પાછળથી જોડી વિદ્યાર્થીને પાસ કરાવવાનું કૌભાંડ પકડાયું છે. યુનિવર્સિટીમાં સોમવારે ઈડીએસીની બેઠક મળી હતી જેમાં કુલ 60માંથી માત્ર 9 વિદ્યાર્થી હાજર રહ્યા હતા. જેમાંથી 8ને નિયમ મુજબ સજા કરવામાં આવી હતી, જ્યારે એક વિદ્યાર્થીનો કિસ્સો શંકાસ્પદ જણાતા તેની વધુ પૂછપરછ કરવામાં આવી હતી. માર્ચ-2021માં લેવાયેલી થર્ડ BHMSમાં ઓર્ગેનોન મેડિસિનનું પેપર લેવાયું હતું. જેમાં અમરેલીની વી.એન.વ્યાસ હોમિયોપેથી કોલેજના વિદ્યાર્થી ભૂરિયા જયેન્દ્રસિંહ એમ સીટ નં. 3010ની મુખ્ય ઉત્તરવહીમાં પોતાના અક્ષર અને સપ્લિમેન્ટરીમાં જુદા અક્ષર હોવાનું જણાતા પેપર ચેક કરનારે આ અંગે ઈડીએસીમાં મોકલ્યું હતું.
આ કિસ્સામાં સીટ નંબર 3010ના વિદ્યાર્થીની મુખ્ય ઉત્તરવહી સાથે જે સપ્લિમેન્ટરી જોડી હતી જેમાં સીટ નં. 3488 હતો. અને સીટ નં. 3488 નંબરની મુખ્ય ઉત્તરવહીમાં 3010ની સપ્લિ. હોવાનું ખૂલતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. અને પરીક્ષા બાદ જવાબ સાથેની સપ્લિ. જોડવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું. વધુમાં યુનિવર્સિટીએ પરીક્ષા દરમિયાન જે નંબરની સપ્લિ.નો જથ્થો તે કોલેજને મોકલ્યો હતો તેના બદલે ઉત્તરવહી સાથે જુદા નંબરની સપ્લિ. જોડવામાં આવી હતી. બંને વિદ્યાર્થીઓની સપ્લિ.માં એક જ વ્યક્તિના અક્ષર છે અને એક જ પ્રશ્નનો જવાબ લખ્યો છે. આ અંગે હાલ ઈડીએસી સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. આ ઉપરાંત આ કેસમાં કોલેજ દ્વારા આર્થિક હિત માટે પણ આવું કરવામાં આવતું હોવાની ચર્ચા જાગી છે. થર્ડ બીએચએમએસના પેપર ચેકિંગ

Share This Article