નેશનલ: ભારતમાં કોરોનાની સ્થિતિ: કોરોનાના 25 હજારથી વધારે નવા કેસ નોંધાયા

admin
1 Min Read

દેશમાં કોરોનાના કેસ ફરીથા ઘટવા લાગ્યા છે. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 25,404 નવા કેસ નોંધાયા છે અને 339 લોકોના મોત થયા છે. જ્યારે 37,127 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. સામવોરા 27,254 નવા કેસ નોંધાયા હતા અને 219 લોકોના મોત થયા હતા. જ્યારે 37,687 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. દેશમાં રિકવરી રેટ 97થી વધારે છે. કોરોનાની ત્રીજી લહેરના ખતરા વચ્ચે રસીકરણના મોરચેથી એક સારા સમાચાર આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 75,22,38,324 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 78,66,950 લોકોને રસી અપાઈ હતી.

વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં હાલ 161 એક્ટિવ કેસ છે અને 5 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 16 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના કારણે અત્યાર સુધી 8,15,386 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા જેટલો છે. રાજ્યમાં આજે કોરોનાની 1.40 લાખથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં આજે 16 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી.

Share This Article