દાહોદ-લૂટનો નિષ્ફળ પ્રયાસ

admin
1 Min Read

રાજયમાં કાનુન અને વ્યવસ્થા જાણે નેવે મુકાઇ હયો હોય તેવું લાગી રહ્યું છે. એમાં પણ ખાસ કરીને દાહોદ પંથકમાં જાણે અસામાજિક તત્વોને કોઈનો ડર જ નથી તેમ અવાર નવાર ચોરી અને લુટના બનાવો બની રહ્યા છે. ત્યારે પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે દાહોદમાં ફરી એકવાર લુટની ઘટનાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જોકે દાહોદમાં લૂંટારું ટોળકીનો પ્રયાસ નિષ્ફળ ગયો છે. દાહોદમાં બુરહાની સોસાયટીમાં ઈન્કમટેક્ષ ઓફિસર હોવાનું કહી લૂંટારૂઓ વ્હોરા વેપારીના ઘરમાં ઘૂસ્યા હતા.

અને લૂટનો પ્રયાસ કર્યો હતો. જોકે સ્થાનિક લોકોએ બે લૂંટારૂઓને પકડી મેથીપાક ચખાડ્યો હતો. સ્થાનિક લોકોએ બને લુટારુઓ દાહોદ શહેર પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા. લૂંટારૂ ટોળકી મહારાષ્ટ્રના હોવાનું બહાર આવ્યું છે. હાલ દાહોદ શહેર પોલીસ તપાસમાં જોતરાઇ છે.

Share This Article