ગુજરાત : નવા મંત્રીમંડળના સપથ ગ્રહણ આજે યોજાશે

admin
1 Min Read

ગુજરાતના નવા મંત્રીમંડળનું આજે શપથગ્રહણ યોજાશે. ગાંધીનગરમાં રાજભવન ખાતે બપોરે 1.30 વાગ્યે આ શપથવિધિ સમારોહ યોજાશે. ભાજપે ગઈકાલની ઘટનાથી બોધપાઠ લીધો હોય તેમ આજે રાજભવન બહાર તારીખ વિનાનાં બેનરો લગાવવામાં આવ્યાં છે. ગુજરાતની નવી સરકારમાં 27થી વધુ મંત્રી શપથ લેશે. શપથ ગ્રહણના ત્રણ કલાક પહેલાં જ મંત્રીઓ બનનાર ધારાસભ્યોને ખુશખબરી આપવામાં આવી રહી છે. આ પહેલા ગુજરાત ભાજપ પ્રભારીની મુલાકાતે સવારમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ એનએક્સીમાં પહોંચ્યા હતા.

શપથગ્રહણ પહેલા ધારાસભ્યોને મંત્રીપદ સોંપાશે તેના ફોન કરવામાં આવી રહ્યા છે. જેમાં ગણદેવીના નરેશ પટેલ, કનુ દેસાઇ, દુષ્યંત પટેલ, કિરીટ રાણા, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, અરવિંદ રૈયાણી, મનિષા વકીલ, પ્રદીપ પરમાર, કુબેર ડીંડોરને અત્યાર સુધીમાં ફોન આવી ચૂક્યા છે. આ પહેલાં ગુજરાતના રાજકારણમાં બુધવારનો દિવસ ચોંકાવનારો રહ્યો હતો. નવા મંત્રીમંડળના શપથગ્રહણ માટે મંચ તૈયાર કરાયા બાદ અચાનક પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યાં હતાં. છેલ્લી ઘડીએ શપથગ્રહણ ટળી ગયું હતું. છેલ્લાં 25 વર્ષથી સત્તામાં રહેલા ભાજપને પહેલીવાર પોતાના મંત્રીઓની નારાજગીને કારણે આ પગલું ભરવું પડ્યું. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ભૂપેન્દ્ર પટેલનું આ મંત્રીમંડળ ઘણા નવા ચહેરા અને પ્રયોગોવાળું હશે. હાલ જ્યાં મંત્રીમંડળમાં એક જ મહિલા ધારાસભ્ય છે, એને સ્થાને બેથી ત્રણ મહિલા મંત્રી એમાં હોઈ શકે છે

Share This Article