ભારત : પ્રભાવશાળી લોકોની યાદીમાં મોદી, મમતા સામીલ

admin
2 Min Read

ટાઈમ મેગેઝિને વર્ષ 2021ના 100 પ્રભાવશાળી લોકોની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કોવિશીલ્ડ વેક્સિન બનાવનારી કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના CEO અદાર પૂનાવાલાનાં નામ સામેલ કર્યાં છે. પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝિને બુધવારે 2021ના સૌથી પ્રભાવશાળી લોકોની સૂચિ જાહેર કરી છે. આશ્ચર્યની વાત એ છે કે આ યાદીમાં તાલિબાનના સહસંસ્થાપક અને અફઘાનિસ્તાનના ડેપ્યુટી PM મુલ્લા અબ્દુલ ગની બરાદરનું નામ પણ સામેલ છે. ટાઈમની આ યાદીમાં 6 કેટેગરી છે, જેમાં પાયોનિયર, આર્ટિસ્ટ, લીડર, આઈકોન, ટાઈટન અને ઈનોવેટરને સામેલ કરાયા છે. નેતાઓની યાદીમાં મોદી અને મમતા ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ઇઝરાયેલના રાષ્ટ્રપતિ નફ્તાલી બેનેટ, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં નામ સામેલ છે. આ ઉપરાંત ઈનોવેટર્સ કેટેગરીમાં ટેસ્લાના ચીફ એલન મસ્કનું નામ છે.

યાદીમાં બ્રિટિશ રાજપરિવારના પ્રિન્સ હેરી અને તેમની પત્ની મેગનનું નામ પણ સામેલ છે. રશિયામાં પકડાયેલા પુતિનવિરોધી કાર્યકર્તા એલક્સેઇ નવાલ્ની અને ગાયિકા બ્રિટની સ્પિયર્સ આ યાદીમાં જાણીનાં નામ છે. 2 સપ્ટેમ્બરે જાહેર કરાયેલા ધ મોર્નિંગ કન્સલ્ટના સર્વેમાં પણ વડાપ્રધાન મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા તરીકે ચૂંટાયા હતા. સર્વે મુજબ વડાપ્રધાન મોદીને અપ્રૂવલ રેટિંગમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન સહિત દુનિયાના 13 રાષ્ટ્ર પ્રમુખોને પાછળ છોડી દીધા હતા. PM મોદીનું અપ્રૂવલ રેટિંગ 70% છે. સર્વેમાં ભારતીય વડાપ્રધાન દુનિયાના અનેક રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનથી ઘણા જ આગળ છે.

Share This Article