સુરત-ગણેશ વિસર્જનને લઇ તંત્રની તડામાર તૈયારીઓ

admin
1 Min Read

વિઘ્નહર્તા ગણેશજીની દસ દિવસ શ્રધ્ધા સાથે પૂજા અર્ચના કર્યા બાદ વિદાઈ આપશે. ત્યારે સુરત તંત્ર દ્વારા ગણેશ વિસર્જન ને લઇ તૈયારીઓ કરી લેવામાં અઆવી છે. સુરત કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા અનંત ચૌદશ માટે વિસર્જનની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. વિઘ્નહર્તા ગણેશજીની દસ દિવસ શ્રદ્ધા સાથે પૂજા અર્ચના કાર્ય બાદ હવે બાપ્પાને ભાવભીની વિદાય આપવામાં આવશે. જેના માટે તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે. બીજી બાજુ કોઈ અજુગતો બનાવ ન બને તેના માટે સરકારી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે.

સમગ્ર દેશમાં સતત દસ દિવસ ગણેશજીની પૂજા અર્ચના કર્યા બાદ નજીકના દિવસોમાં બાપ્પાને વિદાઈ આપવા સુરત મહાનગર પાલિકા દ્વારા કુત્રિમ તળાવને આખરી ઓપ આપવામાં આવી રહ્યા છે. આયોજકોને સુચના આપવામાં આવી છે કે ગણેશજીને કૃત્રિક તળાવ માજ વિસર્જિત કરવામાં આવે. સાથે પોલીસ દ્વારા શહેરમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવી રહ્યો છે.

Share This Article