સુરત ના લાલ દરવાજા સ્થિત મોઢવણીક વાડી ખાતે BCAI દ્વારા ગ્લેમર્સ બ્યુટી એવોર્ડ 2021 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત ના કતારગામ ની 18 વર્ષ ની ઉર્વશી નું હેર સ્ટાઇલ માટે નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ ને લઈને તેના પરિવાર જનોમાં ખુશીનો માહોલ સર્જયો હતો. ત્યારે આવો સભળીયે ઉર્વશી શુ કહે છે. જેમાં ટીવી એક્ટ્રેસ પારુલ ચૌહાણ પણ હાજર રહ્યા હતા. સુરત શહેરમાં હાલ વિવિધ સ્પર્ધાઓ યોજાઈ રહી છે. જેવી કે મહેંદી સ્પર્ધા ફેશન શ્રદ્ધા હેર સ્ટાઈલ સ્પર્ધા સહિતના કાર્યક્રમો ખૂબ મોટા પ્રમાણમાં થઇ રહ્યા છે.
જેથી બાળકીઓ ને પગભરથવા અને ઉત્સાહ વધારવા કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. ત્યાં સુરતના લાલ દરવાજા સ્થિત મોઢવણિક વાડી ખાતે BCAI હેર સ્ટાઇલ સ્પર્ધા નો આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં જજ તરીકે ટીવી સિરિયલ એકટર પારુલ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ હેર સ્ટાઇલમાં યુવતીઓ એ ભાગ લીધો હતો અને અઢાર વર્ષની ઉર્વશી તેમજ ઇન્દુ જોતવાનીએ બેસ્ટ હેર સ્ટાઇલ એવોર્ડ મેળવ્યો હતો.
સુરત- BCAI દ્વારા ગ્લેમર્સ બ્યુટી એવોર્ડ યોજાયો
Leave a comment
Leave a comment