અમરેલી-વાવાઝોડાને પગલે ગ્રામ્ય પંથકમાં વરસાદ

admin
1 Min Read

સમગ્ર રાજ્યામાં છેલ્લા 20 દિવસથી સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. જેને કારણે રાજયમાં પડેલી વરસાદની 52 ટકા જેટલી અછત સંતોસાઇ છે. રાજયમાં સતત 20 દિવસથી પડી રહેલ વરસાદને પગલે અનેક નદીનાળામાં નવા નીરની આવક થઈ છે. સાથેજ રાજ્યના 80 ટકા જળાશયો ઓવરફ્લો થઈ ચૂક્યા છે, રાજ્યના હવામાના વિભાગ દ્વારા હજુ આગામી થોડા દિવસો વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથેજ ગુજરાત તરફ આગળ વધી રહેલ ગુલાબ સાયકલોનને કારણે ગુજરાતનાં ઘણા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.

ત્યારે સૌરાષ્ટ્રભરમાં હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે કે વરસાદી સાથે પવન ફૂંકાવાની શક્યતા છે જેને પગલે અમરેલી જીલ્લામાં વરસાદ પડી રહ્યો છે. આજરોજ અમરેલીના રાજુલા પંથકમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ની એન્ટ્રી થઇ હતી. રાજુલા સહિત રાજુલાના તાલુકાના છતડીયા, હિંડોરણા, કડીયાળી, ડુંગર. સાજણાવાવ, વિક્ટર, પીપાવાવ, સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભર ભાદરવામાં વરસાદ પડતાં ખેડૂતો પાકને ભારે નુકસાન થવાની સંભાવના છે. ખેડૂતોના ખેતરોમાં ઊભેલો પાક તલ, કપાસ, બાજરી ના પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઇ રહી છે

Share This Article