રાજકોટ-ભારત બંધનું ઉપલેટમાં સમર્થન

admin
1 Min Read

સંયુક્ત કિશાન મોરચા દ્વારા ખેડુતોના ત્રણ કૃષિ કાયદાને હટાવવા ભારત બંધ ના એલાનને ઉપલેટામાં સુત્રોચ્ચારો કરી સમર્થન વ્યક્ત કરવામાં આવ્યું હતું. ભારત સરકાર દ્વારા ખેડૂતો પર જે ત્રણ કૃષિ કાયદા લગાવવામાં આવ્યા છે, તે કાયદાઓને લઈ ખેડૂતો દ્વારા સમગ્ર ભારતમાં ઘણા સમયથી વિરોધો થઈ રહ્યા છે. આ ત્રણ કાયદાને હટાવવા માટેના વિરોધમાં અમુક ખેડૂતોએ જીવ પણ ગુમાવ્યા છે. સમગ્ર દેશમાં ઘણા સમયથી આ વિરોધ ચાલતા હોય પણ સરકાર પર તેમની અસર જોવા મળતી નથી માટે ખેડૂત વિરોધી કાયદાને હટાવવા ખેડૂતો તેમજ સંયુક્ત કિશાન મોરચા દ્વારા તારીખ: 27 /09 ના રોજ ભારત બંધ નું એલાન આપવામાં આવેલ હતું. સમગ્ર ભારત તેમજ ગુજરાતમાં આ બંધ ને લઈ ખેડૂતોએ સમર્થન આપેલ છે.

ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગુજરાત કિશાન સભા અને ખેડૂતો દ્વારા સુત્રોચ્ચારો કરી સરકારે લગાવેલા ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી ભારત બંધ ના એલાનને સમર્થન આપ્યું હતું અને જ્યાં સુધી આ કાયદાઓ પાછા ખેંચવામાં નહિ આવે ત્યાં સુધી તમામ કિશાન મોરચા અને ખેડૂતો દ્વારા વીરોધ પ્રદર્શનો ચાલુ રાખવામાં આવશે

Share This Article