દાહોદ-ગાંધી જયંતિ નિમિતે વૃક્ષારોપણ કરાયું

admin
1 Min Read

દેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 152 મી જન્મજયંતિની ઉજવણી કરવામાં અઆવી હતી ત્યારે મહાત્મા ગાંધીની જન્મજયંતીના ખાસ પ્રસંગે રાજઘાટ ખાતે ગાંધી સમાધિ ખાતે સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ખાસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજઘાટ પર પહોંચીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારે બીજી ઓક્ટોબર નિમિતે પરમ પૂજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 152 મી જન્મ જ્યંતી નિમિતે દાહોદ શહેરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કર્યા બાદ દાહોદ નગર પાલિકા દાહોદ શહેર ભાજપ શહેર લઘુમતી ભાજપ મોર્ચાએ દાહોદના મુસ્લિમ સમાજના કબ્રસ્તાનમાં અને વ્હોરા સમાજના કબ્રસ્તાનમાં એમ અલગ અલગ કબ્રસ્તાનમાં ગાંધી જયંતિ અને લાલબહાદુર શાસ્ત્રીની જન્મ જ્યંતી નિમિતે બન્ને સમાજના કબ્રસ્તાનમાં વૃક્ષા રોપણ કરી બન્ને મહાનોની જન્મજ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી.

Share This Article