વડોદરા: શહેરના સિંધુસાગર તળાવમાં માછલીઓના મોત

admin
2 Min Read

વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલા સિંધુસાગર તળાવમાં માછલીઓના મોત તેમજ અસહ્ય ગંદકીને પગલે માથું ફાડી નાખે તેવી તીવ્ર દુર્ગંધ ફેલાતા વિસ્તારના રહીશો હાલાકીનો ભોગ બનવા પામ્યા છે.એક તરફ લાખો કરોડોના ખર્ચે તળાવોના બ્યુટીફીકેશન કરવામાં આવ્યા તેમ છતાં પણ જળચર જીવોના મોત થતા તંત્ર સામે અનેક સવાલો ઉઠવા માંડ્યા હતા.વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલા તળાવમાં ફરી એકવાર માછલીઓના મોત નિપજતા આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ હતી.વારસિયાના સિંધુ સાગર તળાવમાં કોર્પોરેશન દ્વારા બ્યુટીફીકેશન કરવામાં આવ્યું હોવા છતાં કેટલાક લોકો અહીં કચરો ફેંકી જતા હોય છે.સાથે સાફ સફાઇ પણ કરવામાં નહીં આવતી હોવાથી સુંદર તળાવ હોવા છતાં ગંદકી જોવા મળતી હોય છે.

સવારે તળાવમાં કેટલીક માછલીઓના મૃત્યુ થતાં દુર્ગંધ ફેલાઈ હતી.બનાવ અંગે સામજિક કાર્યકર કમલેશભાઈ પરમારે કહ્યું હતું કે અહીં ફેંકાયેલા કચરામાં કોઈ વ્યક્તિ દવાઓ પણ નાંખી ગયું છે.જેને કારણે માછલીના મૃત્યુ થયા હોવાનું માની શકાય તેમ છે.તળાવ ફરતે સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં કોણ કચરો ફેંકી જાય છે તે શોધી શકાતું નથી.જળચર જીવો માટે જોખમી બનેલા આ તળાવ માટે કોર્પોરેશને તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ.વડોદરા શહેરમાં આવેલ વારસિયા વિસ્તારના ધોબી તળાવમાં સવારે અનેક માછલીઓ મરેલી હાલતમાં જાેવા મળી હતી.કોર્પોરેશન દ્વારા ધોબી તળાવનું કરોડો રૂપિયાના ખર્ચે બ્યુટીફીકેશન કર્યા બાદ પણ જળચર જીવો મૃત્યુ પામે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ તળાવમાં વરસાદી કાંસમાં મળમૂત્ર પાણી છોડવામાં આવી રહ્યા છે.તંત્રની બેદરકારીને કારણે હજારોની સંખ્યામાં જળચર જીવોના મૃત્યુ પામે છે.ટૂંક સમય પહેલાં વડોદરા શહેરમાં મધ્યમાં આવેલ સુરસાગર તળાવમાં કાચબા અને માછલીઓના મૃત્યુ થયા હતા. ફરીથી વારસિયા વિસ્તારમાં આવેલા ધોબી તળાવમાં અસંખ્ય માછલીઓ મૃત્યુ પામી છે.

Share This Article