અમરેલી જિલ્લામાં પાકને પશુઓથી બચાવવા માટે ખેતરની ફરતે ગોઠવાયેલા વીજતારને અડી જતા એક સિંહણનું મોત થયાનું સામે આવ્યું છે. વનવિભાગ દ્વારા સિંહણનો મૃતદેહ લઈ પીએમ માટે મોકલી આપ્યો છે. આ મામલે ખેતરની ફરતે ગેરકાયદે વીજતાર ગોઠવનાર વાડીના ભાગીદાર તરીકે કામ કરતા શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
તો બીજી બાજુ રેવન્યુ વિસ્તારમાં બનાવ સ્થળે સ્થાનિક પત્રકાર ફોટો ગ્રાફી કરતા હતા. તે દરમિયાન દલખાણીયા રેન્જના RFO જ્યોતિ જોશી દ્વારા મોબાઈલ આંચકી મોબાઈલમાં ફોટા અને શૂટિંગ કર્યું હતું તે ડીલીટ માર્યું હતું, જેથી મીડિયાકર્મીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો. RFO દ્વારા મોબાઈલ આંચકી ફોટા અને વીડિયો ડીલીટ મારવાની ઘટના અંગે પત્રકાર આલમમાં રોષ ફેલાયો છે જેમાં પત્રકાર દ્વારા વનવિભાગના ઊંચ અધિકારીઓને ઘટનાથી કર્યા વાકેફ કર્યા હતા.
