ઘરે બેઠા ચંમકાઓ ચાંદીના ઘરેણા

admin
1 Min Read

નવરાત્રી આવી ગઇ છે અને તેની માટે ખૈલ્યાં તૈયાર છે,નવરાત્રીમાં ચણાયાચોલીની સાથે સાથે ચાંદીના ઘરણા પણ પહેતા હોય છે, ત્યારે ઘણા લોકોના ઘરમાં ચાંદીના વાસણ અને દાગીના હોય છે. સતત તેનો ઉપયોગ કરવાથી કેટલાક સમય બાદ ચાંદી શ્યામ પડી જવાની શરૂઆત થઇ જાય છે. તેને સાફ કરાવવા માટે લોકો ખૂબ ખર્ચો કરે છે. પરંતુ થોડાક સમય બાદ તે ફરી શ્યામ પડી જાય છે. એવામાં ઓછા પૈસામાં અને કુદરતી રીતે ઘરે ચાંદીને સહેલાઇથી સાફ કરી શકાય છે. આવો જોઇએ કેટલીક એવી કુદરતી ટિપ્સ અંગે જણાવીશુ જેનાથી 5 મિનિટમાં ચાંદીને સાફ કરી શકાશે………ચાંદીની ચમક લાવવા માટે ટૂથ પાઉડરનો સહારો પણ લઇ શકાય છે. સૌથી પહેલા ટૂથ પાઉડરની એક પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટ ચાંદીના દાગીના પર રગડો. જેથી ચાંદી ફરીથી ચમકવા લાગશે……લીંબુ અને મીઠું મિકસ કરીને તેનું મિશ્રણ બનાવી લો. આ મિશ્રણમાં ચાંદીના દાગીના આખી રાત પલાળી રાખો…..ત્યારે ખાવામાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતો ટોમટો કેચઅપ પણ ખુબ ઉપયોગી છે….ચાંદીના વાસણ અને દાગીનાને સાફ કરવા માટે ટોમેટો કેચઅપ ખૂબ મદદરૂપ છે. ચાંદીની કાળાશને દૂર કરવા માટે ચાંદીની વસ્તુ ટામેટાના પલ્પ કે ટોમેટો કેચઅપ લગાવીને એક જગ્યા પર મૂકી રાખો. 5 મિનિટ બાદ કપડાની મદદથી તેને સાફ કરી દો. આમ કરવાથી ચાંદીની ચમક આવી જશે…..

Share This Article