સોની પિક્ચર્સ અને ડિઝની વચ્ચે થઇ સમજૂતિ

admin
1 Min Read

ગયા મહિને હોલિવૂડનાં બે દિગ્ગજ પ્રોડક્શન હાઉસ વચ્ચે પ્રોફિટ શેરિંગના મુદ્દે સર્જાયેલી મડાગાંઠને પગલે દુનિયાભરના કરોડો સિનેરસિયાઓને ટેન્શન થઈ ગયેલું. વાત એવી હતી કે ‘સોની પિક્ચર્સ’ અને ‘વૉલ્ટ ડિઝની સ્ટુડિયોઝ’ વચ્ચે ‘સ્પાઈડર-મેન’ કેરેક્ટર મામલે મતભેદો સર્જાયા હતા. બંને વચ્ચે એક મુદ્દે સહમતી સધાઈ નહીં અને સ્પાઈડર-મેન ‘માર્વેલ સિનેમેટિક યુનિવર્સનો ભાગ નહીં રહે એવી પણ જાહેરાત થઈ ગઈ. એનો અર્થ એ થતો હતો કે સ્પાઇડર-મેન ડિઝનીની માલિકીના ‘માર્વેલ પિક્ચર્સ’ દ્વારા બનતી ‘અવેન્જર્સ’ અને MCUની સ્પાઇડર-મેનની સ્ટેન્ડ અલોન ફિલ્મોનો ભાગ નહીં રહે. જ્યારે હવે સારા સમાચાર આવ્યા છે કે સોની પિક્ચર્સ અને ડિઝની વચ્ચે આ મુદ્દે સમજૂતિ થઈ ગઈ છે અને અગાઉની જેમ જ બંને સાથે મળીને સ્પાઇડર-મેન સાથેની ફિલ્મો બનાવશે. એટલું જ નહીં, અગાઉ સ્પાઇડર-મેનને લઈને સુપર સક્સેસફુલ ‘હોમકમિંગ’ સિરીઝ બનાવનારા માર્વેલ સ્ટુડિયોઝના પ્રેસિડન્ટ કેવિન ફિજ આ સિરીઝની ત્રીજી ફિલ્મ પણ પ્રોડ્યુસ કરશે…..‘સ્પાઇડર-મેનઃ હોમકમિંગ’ અને ‘સ્પાઇડર-મેનઃ ફાર ફ્રોમ હોમ’ પછી 16 જુલાઈ, 2021ના રોજ આ સિરીઝની ત્રીજી ફિલ્મ રિલીઝ થશે, જેને આ બંને કંપનીઓ સાથે મળીને પ્રોડ્યુસ કરશે. અત્યારના તબક્કે આ ફિલ્મનું નામ રાખવામાં આવ્યું નથી.

Share This Article