રાજકોટ : શાકભાજીના ભાવમાં 50થી 60% નો ભાવ વધારો

admin
1 Min Read

મોધવારી મોધવારી મોઘવારી જ્યા જોવો ત્યા લોકોને મોઘવારી નળી રહી છે જીવન જરૂરિયાતની ચીજવસ્તુ હોય કે જમવા માટેની શાકભાજી હોય… ચોમાસા બાદ શાકભાજી ના ભાવમાં વધારો થવા લાગ્યો છે… .સાબરકાંઠા જીલ્લો આમ તો શાકભાજીના ઉત્પાદન સારા પ્રમાણમાં કરે છે…પરંતુ હાલમાં શાકભાજીના ભાવોમાં ઉછાળો નોંધાયો છે શાકભાજીના ભાવમાં બમણાં જેવો ઉછાળો હોલસેલ શાકભાજીમાં વધારો થયો છે… સ્થાનિક બજારામાં પણ શાકભાજી હવે મોંઘી બની ગઇ છે અને ગૃહીણીઓ અને ઘર ચલાવનારા પુરુષો પણ પોતાની કમાણી પર કાતર ફેરવતી આ મોંઘવારી થી પરેશાન થઇ ગયા છે

અને રોજીંદી જરૂરીયાત એવી શાકભાજી ને લઇને ખીસ્સા પર ભારણ વધવા લાગ્યુ છે…ત્યારે સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાના પ્રકોપથી ખેડૂતોને ભારે નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. તો વળી ખેડૂતોનો પાક નિષ્ફળ ગયા હોવાનું પણ વર્તાઈ રહ્યું છે. જેના કારણે શાકભાજીના ભાવમાં સતત વધતો નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને જીવન જરૂરિયાતમાં ઉપયોગમાં લેવામાં આવતા લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. ટામેટા, રીંગણાં, મરચા, ગુવાર તથા અન્ય લીલા શાકભાજીના ભાવના કારણે હવે ગૃહિણીઓનું બજેટ વધુ એક વખત ખોરવાયું છે.

Share This Article