દાહોદ: રૂરલ પોલીસે છાપરી ગામે એક રહેણાંક મકાનમાં રેડ પાડી

admin
1 Min Read

રૂરલ પોલીસે છાપરી ગામે એક રહેણાંક મકાનમાં રેડ પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 444 નંગ નાની મોટી બોટલો ઝડપી પાડી એક ઈસમ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર, ગતરોજ તારીખ.02 ઓક્ટોબરના રોજ દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનના સિનિયર PSI એમ.એફ ડામોર સહિત પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન PSI એમ.એફ. ડામોરને બાતમી મળી હતી કે છાપરી ગામે રહેતો મનીષ નામનો ઈસમ ગેરકાયદેસર દારૂ વેચવાની પ્રવૃત્તિ કરે છે.

તે બાતમીના આધારે પોલીસે છાપરી ગામે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા મનીષભાઈ રામમિલન ગુપ્તા તેમના ઘરે હાજર મળી આવતા પોલીસે તેને સાથે પંચો રૂબરૂ તેના ઘરમાં તપાસ કરતા પોલીસને તેના ઘરમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 16 પેટીઓ જેમાં નાનીમોટી કુલ 444 નંગ બોટલો મળી આવી હતી. જેથી પોલીસે રૂ.62340/- ની કિંમતની કુલ 444 નંગ વિદેશી દારૂ બોટલો કબજે કરી છાપરી ગામના મનીષભાઈ રામ મિલન ગુપ્તાને ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article