ગુજરાત-રાજ્યની ૧૭૯૩ કંપનીઓએ કોરોનામાં ૧૨૭૫ કરોડનું દાન કર્યું

admin
2 Min Read

ગુજરાતમાં માત્ર કોરોનાકાળમાં લોકોની મદદ માટે 1275 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. રાજ્યની 1,793 કંપનીઓે મળીને છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ દાન આ વર્ષે કર્યું છે. દાન કરનારાઓમાં 300 ટકા વધ્યા છે જ્યારે દાનમાં 412 ટકાનો વધારો થયો છે. આ વર્ષે સીએસઆર હેઠળ કંપનીઓએ આરોગ્ય ક્ષેત્રે સૌથી વધુ કામગીરી કરી છે. કુલ 45 ટકા ખર્ચ આરોગ્ય ક્ષેત્રમાં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોરોનાની સારવાર માટેના ઉપકરણો, દવાઓ તથા પાયાની જરૂરિયાતો માટેની ચીજવસ્તુઓ પર કરવામાં આવ્યો છે. બીજી લહેર બાદ હવે વધુ ધ્યાન શિક્ષણ અને ગ્રામીણ વિકાસ પર કરવામાં આવી રહ્યું છે. રાજ્યના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલીટી વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા 5 વર્ષની તુલનામાં છેલ્લા બે વર્ષમાં કંપનીઓએ સીએસઆર પાછળ સૌથી વધુ ખર્ચ કર્યો છે.

આ કામગીરીમાં તેમને સરકારની ગાઇડલાઇનનો પણ લાભ મળ્યો છે. સરકારે કોરોના પાછળની કામગીરીમાં કરેલા ખર્ચે સીએસઆરમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો હતો. જેના કારણે વધુને વધુ કંપનીઓ આ કામગીરીમાં જોડાઈ હતી. રાજ્યભરમાં ગત વર્ષે કુલ 1793 લોકોએ 1275.21 કરોડ રૂપિયા શહેરીજનોની સુવિધા માટે ખર્ચ કર્યો છે. જેમાંથી 411 કંપનીઓ માત્ર અમદાવાદની છે. એટલે કે ખર્ચ કરનારા લોકોમાં 26 ટકા હિસ્સો અમદાવાદ સ્થિત એકમો, કંપનીઓ અને સંસ્થાઓનો છે. જ્યારે ખર્ચનો આશરે 10 ટકા હિસ્સો અમદાવાદના ફાળે જાય છે. 2015માં અંદાજે 519 કંપનીઓ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલીટીના ભાગરૂપ માટે દાન આપ્યું હતું. આ વર્ષે આવી સંસ્થાઓની સંખ્યા 1700 કરત વધારે છે. આ સંસ્થાઓ અગાઉ 300 કરોડ રૂપિયાનો ખર્ચ કરતી હતી

Share This Article