ભારત-લખીમપુરમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ

admin
2 Min Read

લખનઉમાં ધરણાં પર બેઠેલા અખિલેશ યાદવની પણ અટકાયત કરવામાં આવી છે. તેમને પોલીસે લખીમપુર ખીરી જતાં અટકાવ્યા હતા. આ પછી તેઓ ધરણાં પર બેઠા. હવે પોલીસ તેમને કસ્ટડીમાં લીધા છે. આ પહેલાં કોંગ્રેસનેતા પ્રિયંકા ગાંધીની સીતાપુરમાં અટકાયત કરવામાં આવી હતી. તેઓ પણ લખીમપુર ખીરી જઈ રહ્યાં હતા. લખીમપુર હિંસા મુદ્દે ઓમર અબ્દુલ્લાએ પણ પોતાની પ્રતિક્રિયા જણાવી છે. જમ્મુ -કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ લખીમપુર ખીરી હિંસા પર ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું, ‘ઉત્તરપ્રદેશ નવું જમ્મુ-કાશ્મીર છે.’લખીમપુર હિંસા મામલે આર.જે.ડી નેતા તેજસ્વી યાદવે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે લોકો ઈચ્છે છે કે પીડિતોને ન્યાય મળે. તેમણે યુપીની ભાજપ સરકાર પર નિશાન સાધતાં જણાવ્યુ હતું કે ભાજપના મંત્રીનો પુત્ર હોવાને કારણે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. ઉત્તરપ્રદેશમાં ગુંડારાજ થઈ ગયું છે: લખીમપુર હિંસા પર હોબાળો વધી રહ્યો છે.

હિંસા અને ખેડૂતોના મોત સામે યુપી તેમજ હરિયાણાના અંબાલા અને કર્ણાટકના બેંગલુરુમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે યુપી સરકાર પર પ્રહાર કર્યા છે. તેણે કહ્યું, ભાજપ ખૂની અને ડરપોક છે. જે ખેડૂતો સાથે થયું, તે કાલે તમારી સાથે પણ થઈ શકે છે. લખીમપુર ખીરી કેસમાં સંયુક્ત કિસાન મોરચાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખ્યો છે. જેમાં ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાને હટાવવા, તેમના પુત્ર આશિષ મિશ્રા સામે 302 હેઠળ હત્યા કરવાનો કેસ નોંધવા, તપાસ માટે SITની રચના કરવાની માંગ કરવામાં આવી છે. વધુમાં તેમણે હરિયાણાના સીએમ ખટ્ટર પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યા છે

Share This Article