ભારત-તારક માહેતા ફેમ નટુ કાકાની અંતિમ યાત્રા નીકળી

admin
2 Min Read

તારક મહેતા’માં નટુકાકાનું પાત્ર ભજવીને ઘેર-ઘેર લોકપ્રિય થનારા ઘનશ્યામ નાયકનું ત્રીજી ઓક્ટોબરના રોજ 77 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. નટુકાકાના અંતિમસંસ્કાર આજે, એટલે કે ચોથી ઓક્ટોબરના રોજ સવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ભવ્ય ગાંધી (જૂનો ટપુડો), સમય શાહ (ગોગી) તથા સિરિયલના પ્રોડ્યુસર અસિત મોદી નટુકાકાના ઘરે ગયા હતા. અંતિમ સંસ્કાર કાંદિવલીના દહાનુકર વાડીમાં કરવામાં આવ્યા હતા. અહીંયા જેઠાલાલ (દિલીપ જોષી), અસિત મોદી, બાઘા (તન્મય વેકરિયા), બબિતા (મુનમુન દત્તા), ચંપકચાચા (અમિત ભટ્ટ) જોવા મળ્યા હતા. નટુકાકાની કેન્સરની સારવાર સૂચક હોસ્પિટલમાં ચાલતી હતી.

તેમને અહીં જ એડમિટ કરવામાં આવ્યા હતા અને ત્રીજી ઓક્ટોબરના રોજ સાંજે સાડાપાંચ વાગે તેમણે હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. નટુકાકાની અંતિમ યાત્રા સવારે સાડ આઠ વાગે તેમના મલાડ સ્થિત ઘરેથી નીકળશે અને નવ વાગે કાંદિવલીના દહાનુકર વાડીમાં ઇલેક્ટ્રિક સ્માશનમાં અંતિમસંસ્કારમાં કરવામાં આવશે. નટુકાકા છેલ્લાં કેટલાંક સમયથી કેન્સરની સારવાર કરાવતા હતા. ગયા વર્ષે તેમના ગળાના ભાગે આઠ ગાંઢો કાઢવામાં આવી હતી અને પછી તેમણે કિમોથેરપી લીધી હતી. તેઓ કેન્સર ફ્રી થઈ ગયા હતા. જોકે, થોડાક મહિના બાદ જ કેન્સરે ઊથલો માર્યો હતો અને તેમણે ફરી વાર કિમોથેરપી કરાવી હતી. થોડા સમય પહેલાં જ નટુકાકાના દીકરા વિકાસ નાયકે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેના પપ્પાને ચહેરા પર સોજો આવી ગયો હતો અને તેથી જ તે વધુ વાત કરતાં નથી.

Share This Article