સુરત-એક શાળામાં ૩ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત

admin
1 Min Read

નવરાત્રિ આડે હવે ગણતરીના દિવસો બાકી છે. સરકાર દ્વારા સોસાયટી અને મહોલમાં ૪૦૦ લોકો સાથે નવરાત્રિ રમવાની છૂટ કોરોના કેસોમાં ઘટાડો આવતા આપવામાં આવી છે. અને ખેલૈયાઓ નવરાત્રિની તડામાર તૈયારીઓ કરવા લાગ્યા છે. ત્યારે સુરતમાં નવરાત્રી પહેલાં એક જ સ્કુલના ત્રણ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. વિદ્યાર્થીઓ વેક્સીનેટેડ ન હોવાથી તંત્રની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. સાથેજ શાળા એક સપ્તાહ માટે બંધ કરવામાં આવી છે

. 18 વર્ષથી ઓછી વયના માટે વેક્સિન આવી ન હોવાથી સ્કલોમાં મ્યુનિ. દ્વારા રેન્ડમ ચેકિંગ કરાઇ રહ્યુ ંછે. આજે રાંદેર ઝોનની એલ.પી.સવાણી સ્કૂલમાં રેપીડ ટેસ્ટમાં પાલની વંદના સોસાયટીમાં રહેતો ધોરણ-11 સાયન્સનો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ મળ્યો હતો. તેના સંપર્કમાં આવેલાના ટેસ્ટ કરાતા પાલનપુર હિયાયત નગર અને અડાજણ શીતલ રો-હાઉસમાં રહેતા અન્ય બે વિદ્યાર્થી પણ પોઝિટિવ મળ્યા હતા. ત્રણ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ મળતા સ્કૂલની બંને પાળી એક સપ્તાહ માટે બંધ રખાવા આદેશ અપાયો છે. નવરાત્રી પહેલાં જ સ્કુલોમાં વિદ્યાર્થીઓ પોઝીટીવ આવવાનું શરૃ જતા વધુ તકેદારી માટે અપીલ કરાઇ છે.

Share This Article