હાલમાં ફિલ્મ અભિનેત્રી મૌની રોય તેના 34 માં જન્મદિવસ પર તેના નજીકના લોકો સાથે થાઇલેન્ડમાં છે, હવે તેની ફિલ્મના સોન્ગનું ટીઝર રીલીઝ થયું છે. તેણે સોશિયલ મીડિયા પર તેના ચાહકો માટે તેની આગામી ફિલ્મ ‘મેડ ઇન ચાઇના’ ની એક ઝલક શેર કરી છે. મૌની રોયે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સોન્ગની નાની ક્લીપ શેર કરી છે.આ ક્લિપમાં તેના કો-સ્ટાર રાજકુમાર રાવ પણ જોવા મળી રહ્યા છે. ‘મેડ ઇન ચાઇના’ નું ટ્રેલર હાલમાં જ રિલીઝ થયું છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ફેન્સ ફિલ્મમાં મૌની રોય અને રાજકુમાર રાવની એક્ટિંગને ખુબ પસંદ કરી રહ્યા છે મૌની રોયની વાત કરીએ તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરતા પહેલા ટીવીમાં તેની લાંબી કારકિર્દી હતી. દિગ્દર્શક મિખિલ મુસલની ફિલ્મ ‘મેડ ઇન ચાઇના’માં મૌની રોય અને રાજકુમાર રાવ ઉપરાંત બોમન ઈરાની, પરેશ રાવલ, સુમિત વ્યાસ અને ગજરાજ રાવ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ આ વર્ષે દિવાળી નિમિત્તે રજૂ કરવામાં આવશે. મૌની રોય પ્રથમ વખત રાજકુમાર રાવ સાથે જોવા મળશે. આ પહેલા તે અક્ષય કુમારની વિરુદ્ધ ફિલ્મ ‘ગોલ્ડ’ માં જોવા મળી હતી.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -