હંમેશા હટકે સબ્જેક્ટની ફિલ્મોમાં કામ કરવા માટે જાણીતી તાપસી પન્નૂ અત્યારસુધીમાં પિંક અને બદલા એમ બે ફિલ્મોમાં બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે કામ કરી ચૂકી છે. તાપસી પન્નૂ અને અભિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ બદલા એક થ્રિલર ફિલ્મ હતી. રિલીઝ થયાના આટલા સમય બાદ હવે બિગ બીએ કહ્યું છે કે આ ફિલ્મમાં કામ કરવું તે તેમના માટે રિવોર્ડિંગ અનુભવ રહ્યો હતો. આ સિવાય તેમણે તાપસી પન્નૂના વખાણ પણ કર્યા હતા. એક ઈન્ટરવ્યૂ દરમિયાન આ વિશે વાત કરતા અભિતાભ બચ્ચને કહ્યું કે આ ફિલ્મ મારા માટે ખૂબ જ ખાસ રહી. આ સ્ટોરીને રોમાંચિત અને આકર્ષક રીતે રજૂ કરવાનો પૂરો શ્રેય ફિલ્મના ડાયરેક્ટર સુજોય ઘોષને જાય છે.તો તાપસી પન્નૂ વિશે કહ્યું કે તે એક કુશળ અને ટેલેન્ટેડ એક્ટ્રેસ છે અને તેની સાથે હું ફરી કામ કરી શકીશ તો તે મારા માટે ખુશીની વાત હશે.બિગ બીના વર્ક ફ્રંટની વાત કરીએ તો, તેઓ બ્રહ્માસ્ત્ર, ચહેરે, ઝુંડ અને ગુલાબો-સિતાબો જેવી ફિલ્મમાં જોવા મળશે. તો તાપસી પન્નૂ ફિલ્મ સાંડ કી આંખ ટૂંક સમયમાં રિલીઝ થશે આ સિવાય તે અનુભવ સિન્હાની ફિલ્મ થપ્પડનું શૂટિંગ કરી રહી છે.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -