માતા બનવા જઈ રહી છે કલ્કી કોચલિન – પાંચ મહીનાથી છે પ્રેગનેન્ટ

admin
1 Min Read

બોલીવુડ એક્ટ્રેસ અને નિર્દેશક અનુરાગ કશ્યપની એક્સ વાઈફ કલ્કી કોચલિન પ્રેગનેન્ટ છે. કલ્કિએ ખુદ આ વાતનો ખુલાસો કર્યો છે કે તે પોતાના પહેલા બાળકને જન્મ આપવા જઈ રહી છે. સાથે જ તેણે ઈચ્છા વ્યક્ત કરી છે કે તે બેબીને વૉટર બર્થ આપવા માંગે છે. જણાવવામાં આવી રહ્યું છે કે તે 5 મહિનાથી પ્રેગનેન્ટ છે, એક ઈંટરવ્યૂમાં તેણે જણાવ્યું કે તે પ્રેગનેન્સી દરમિયાન કામ કરતી રહેશે. કલ્કી Guy Hershbergના બાળકની માતા બનવાની છે, જે ઈઝરાયેલમાં એક ક્લાસિક પેઈન્ટર છે. હાલમાં જ કલ્કિ અને Guy Hershbergની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.સાથે જ તેણે ઈંટરવ્યૂમાં પ્રેગનેન્સી દરમિયાન તેની લાઈફસ્ટાઈલમાં આવેલા ફેરફારોની પણ વાત કરી હતી ક્લિક કોચલિને વર્ષ 2011માં અનુરાગ કશ્યપ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 2 વર્ષ બાદ તેઓ અલગ થઈ ગયા અને 2015માં તેમણે છૂટાછેડા લઈ લીધા. વક્રફ્રન્ટની વાત કરીએ તો કલ્કિ હાલમાં જ સેક્રેડ ગેમ્સમાં નજર આવી હતી. તેની ફિલ્મ ગલી બૉયને પણ સરાહના મળી હતી.

Share This Article