ફેશન આઇકોન અને અભિનેત્રી સોનમ કપૂરની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ ઝોયા ફેક્ટર’ બોક્સ ઓફીસ પર એટલી હીટ નથી થઈ પરંતુ સોનમ કપૂરને બીજા ઘણા પ્રોજેક્ટ માટે અપ્રોચ કરવામાં આવી રહી છે સુજોય ઘોષે તેની આગામી ફિલ્મ માટે સોનમ કપૂરનો સંપર્ક કર્યો છે. જે ફિલ્મ માટે સોનમ કપૂરનો સંપર્ક કરવામાં આવ્યો છે તે ફિલ્મ દક્ષિણ કોરિયન ફિલ્મ બ્લાઇન્ડની હિન્દી રિમેક છે. આ ફિલ્મને શોમ મખીજા ડીરેક્ટ કરશે. શોમ મખીજાએ ‘બદલા’, ‘જિંદાબાદ’ જેવી ફિલ્મ્સ માટે કામ કર્યું છે. સુજોય ઘોષે દક્ષિણ કોરિયન ફિલ્મ ‘બ્લાઇન્ડ’ ના ઓફીશીયલ રાઈટ્સ ખરીદી લીધા છે અને મુખ્ય ભૂમિકા નિભાવવા માટે સોનમ કપૂરનો સંપર્ક કર્યો છે. આ સાથે જ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સુજોય ઘોષ આ ફિલ્મનું નિર્માણ કરશે. ફિલ્મ અંગે પ્લાનિંગ ચાલી રહી છે, ટૂંક સમયમાં આ ફિલ્મ ફ્લોર પર આવશે.

Chennai: Bollywood actress Sonam Kapoor at the inauguration of Kalyan Jewellers showroom in Chennai on Sunday. PTI Photo by R Senthil Kumar (PTI9_25_2016_000132B)
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -