પુનિત પુરા ગામમાં સુવિધાઓના અભાવ

admin
1 Min Read

પાલેજ – નારેશ્વર માર્ગ પર આવેલા કરજણના પુનિતપુરા ગામમાં સુવિધાઓના અભાવે ગ્રામજનો ભાડે હડમારી ભોગવી રહ્યા છે વાત કરીએ પુનિતપુરા ગામની તો શનિવારના રોજ મીડિયા કર્મીઓએ ગામની મુલાકાત લેતા ચોંકાવનારી વાતો જાણવા મળી હતી. ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામમાં પાણી જેવી પ્રાથમિક સુવિધા અનિયમિત મળે છે. તો ગ્રામ પંચાયત કચેરી પણ જર્જરિત અવસ્થામાં જોવા મળી હતી. ગ્રામજનોએ આક્ષેપો લગાવ્યા હતા કે અમારા ગામમાં કોઇ પણ જાતનો વિકાસ થયેલ નથી. ગામની મહિલા હંસાબેને જણાવ્યું હતું કે પીવાનું પાણી ડહોળુ અને અનિયમિત મળે છે જ્યારે ગ્રામ પંચાયતના સદસ્ય ધર્મેન્દ્રભાઇએ જણાવ્યું હતું કે અમારું આદિવાસી ગામ હોય અધિકારીઓ અમારી સાથે ભેદભાવ રાખતા હોવાના આક્ષેપો લગાવ્યા હતા. વિકાસના કામો પણ ન થતા હોવાના આક્ષેપો લગાવ્યા હતા. ગ્રામજનોએ ગ્રામ પંચાયતના તલાટી પર ગંભીર આક્ષેપો કર્યા હતા. વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પણ જાતનું ધ્યાન ન આપતું હોવાના પણ આક્ષેપો કર્યા હતા. ગામના આદિવાસી વિસ્તારમાં ઇલેક્ટ્રિક થાંભલાઓ પર માત્ર સ્ટ્રીટ લાઇટના પાઇપ્સ જોવા મળ્યા હતા. જે શોભાના ગાંઠિયા સમાન નજરે પડી રહ્યા હતા. આદિવાસી વિસ્તારમાં રહેતા રહિશોના ઘરો પાસે કદવ કિચડ પણ જોવા મળ્યો હતો.

Share This Article