અમરેલી-ધારી આમ આદમી પાર્ટી દ્વારા આવેદન

admin
1 Min Read

અમરેલી જિલ્લા થોડા સમય પહેલા એક વાવાઝોડું આવ્યું હતું. આ વાવાઝોડાએ જિલ્લાના ઘણા વિસ્તારોમાં ભારે તબાહી મચાવી હતી. વાવાઝોડામાં ઘણા ઘરો, જાડ સહિતનું જમીન ધ્વસ્ત થઈ ગયું હતું. આ વાવાઝોડાની અસર ધારીના અને આજુબાજુના જંગલ વિસ્તારમાં થઈ હતી. ત્યારે લોકોને થયેલા મોટા નુકસાનને પગલે સરકારે સહાયની જાહેરાત કરવામાં આઈ હતી. વાવાઝોડું આવીને ગયું તેને ઘણા મહિનાઓ વીતી ગાયા હોવા છતાં આ વિસ્તારના લોકોને હજૂસુધી સહાય મળી નથી. જ્યારે નુકસાનીનું સર્વે તો ઘણા સમય પહેલા કરવામાં આવ્યું હતું.

ત્યારે આજરોજ અમરેલી જિલ્લાના ધારી આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ધારીના ગીર વિસ્તારોમાં વાવાઝોડા બાદ અસરગ્રસ્તોને સહાય નથી મળી તે બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. કાચા મકાનો પાકા કરાવી આપવાના સરકારના ખોખલા વચનો સામે આપ પાર્ટી દ્વારા આવેદનપત્ર આપ્યું હતું. વાવાઝોડું બાદ અતિવૃષ્ટિથી ખેડૂતોને વ્યાપક નુકશાન થવા પામ્યું છે. સરકાર દ્વારા ત્વરિત સહાય ચૂકવવા આપ પાર્ટી મેદાનમાં આવી છે. અને લગતા વળગતા વિભાગને આવેદન આપવામાં આવ્યું હતું.

Share This Article