રાજકોટ-ઉપલેટામાં પશુ વંધ્યત્વ નિવારણ કેમ્પ યોજાયો

admin
1 Min Read

રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અને ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે ઉપલેટા શહેરમાં પશુપાલકો માટે પશુ વંધ્યત્વ નિવારણ કેમ્પ યોજમાવા આવ્યો હતો. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના વિક્રમ ચોક ખાતે રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક મંડળીના સહયોગ અને ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે ઉપલેટા પંથકના પશુપાલકો માટે પશુ વંધ્યત્વ નિવારણ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં પશુપાલકો માટે અને તેમના માલિકો માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.

વર્તમાન સ્થિતિમાં ઘણાખરા પશુઓ બચ્ચાઓને જન્મ આપતા નથી તેમજ પૂરતું દૂધ નથી આપી શકતા તેમના માટે ઉપરાંત જે પશુઓ બીમારીઓનો ભોગ બને છે અને પશુઓને અનેક પ્રકારની તકલીફનો ભોગ બને છે ત્યારે આવી બીમારીઓ, તકલીફો અને પશુઓની વૃદ્ધિ અંગેની બાબતોને ધ્યાને લઈને આ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં તબીબો દ્વારા નિશુલ્ક તપાસ અને દવાઓનો વિતરણ પણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Share This Article