ગ્લેમરેશ અંદાજમાં જોવા મળી ઐશ્વર્યા

admin
1 Min Read

અભિનેત્રી અને પૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાયે પેરિસ ફેશન વીકમાં ભાગ લીધો હતો. આ ભવ્ય કાર્યક્રમમાં ઐશ્વર્યા રાયે ફરી એકવાર પોતાની સુંદરતા અને અંદાજથી તમામને દીવાના બનાવ્યા……ઐશ્વર્યાએ ફ્લોરલ પ્રિન્ટ પર્પલ કલરનો ડ્રેસ પહેર્યો હતો. તેણીએ ફર સુઝી પણ સાથે કેરી કર્યા હતા. આ દરમિયાન ઐશ્વર્યાએ હેર બોન બનાવ્યો હતો….પર્પલ કલરની ગ્લિટર આઇશેડો અને શાઇનીંગ રેડ કલરની લિપસ્ટિક તેના લૂકને પૂર્ણ કરી રહી હતી….45 વર્ષીય ઐશ્વર્યા જ્યારે રેમ્પ પર પહોંચી ત્યારે તે ખુશખુશાલ જોવા મળી હતી. તેણે પોતાનો સિગ્નેચર પોઝ પણ આપ્યો. ઐશ્વર્યા ઘણીવાર આ અદા સાથે રેમ્પ પર જોવા મળે છે. સોલો રેમ્પ વૉક પછી તે અન્ય મૉડેલો સાથે રેમ્પ પર દેખાઇ હતી…..ઐશ્વર્યાની આગામી ફિલ્મ વિશે વાત કરવામાં આવે તો તે ડિરેક્ટર મણિરત્નમ સાથે કામ કરતી જોવા મળશે. આ ફિલ્મનું નામ પોન્નીયિન સેલ્વાન છે. તેનું નિર્માણ લાયકા પ્રોડક્શન દ્વારા કરવામાં આવી રહ્યું છે….સમાચારો અનુસાર ઐશ્વર્યા આ ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળશે. તે માતા અને પુત્રીની ભૂમિકામાં દેખાશે….

Share This Article