વડોદરા-ઘાયલ નિલગાયનું કરાયું રેસક્યું

admin
1 Min Read

વડોદરા જીલ્લાના પાદરા તાલુકાના લુણા ગામ ખાતે આવેલા એક ખેતરમાં ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવેલ નીલ ગાયને વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા સહી સલામત રેસ્ક્યુ કરી લતીપુરા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં સારવાર અર્થે ખસેડી નિલગાયનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. વડોદરાના પાદરા તાલુકાના લુણા ગામ ખાતેથી ઈજાગ્રસ્ત નીલ ગાયનો જીવ ગામના સ્થાનિક રહીશ અને વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના સહયોગથી બચાવી લેવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર શહેર નજીક પાદરા તાલુકાના લુણા ગામ ખાતે રહેતા જયંતિભાઈ એ વાઈલ્ડલાઈ ફરેસ્ક્યુ ટ્રસ્ટનો સંપર્ક સાધી ખેતરમાં એક નીલ ગાય ઘાયલ હાલતમાં પડી હોવાની માહિતી આપી હતી.

જે માહિતી મળતા જ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકર રાકેશભાઈ જાદવ, વિજય માલી ધર્મેશમાલી, નિલેશ ચૌહાણ પાદરાના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને સાથે રાખી લુણા ગામ ખાતે પહોંચ્યા હતા. જ્યાં એક મોટી નીલ ગાય જેના પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાથી ઘાયલ અવસ્થામાં જોવા મળી હતી. આ નીલગાય મોટી હોવાથી બેથી ત્રણ કલાકની ભારે જહેમત બાદ સહીસલામત રીતે નીલગાયનું રેસ્ક્યુ કર્યું હતું. અને તેને વધુ હાનિ ન પહોંચે તે માટે સાવચેતી પૂર્વક લતીપુરા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં સારવાર અર્થે ખસેડી તત્કાલ સારવાર શરૂ કરાવી નીલગાયનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો.

Share This Article