રાજકોટ-વિનામૂલ્યે સર્વ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

admin
1 Min Read

રાજકોટના ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ અને કે.પી.એસ.એન.એ. માનવતાવાદી ગ્રુપ નોર્થ અમેરિકા ગીરીશભાઈ સિણોજીયા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અનેક વિદ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. તેમજ લોકડાઉન જેવા કપરા સમય ગાળામાં પણ આ સંસ્થા હંમેશા મોખરે રહી છે. સાથે જ ગરીબ દર્દીઓને જમવા માટેની ટિફિનની સેવા ઉપલેટા તાલુકા તેમજ ગ્રામ્યના અલગ – અલગ વિસ્તારોમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી ખુબજ સારું અને લોકપ્રિય કાર્ય કરી રહ્યા છે. ત્યારે આ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ઉપલેટાના ગરીબ વિસ્તારોમાં તેમજ હોસ્પિટલમાં જરૂરિયાતમંદ લોકોને દરરોજના અંદાજે 200 ટિફિન પહોંચાડે છે.

જ્યારે ઠંડીની સીઝનમાં પણ રસ્તાઓ પર રહેતા અસ્થિર મગજના લોકોને ધાબળાઓનું વિતરણ પણ કરવામાં આવતું હોય છે. આ કેમ્પમાં રણછોડદાસ આશ્રમ રાજકોટ દ્વારા કુલ 280 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા જેમાંથી 65 લોકોને વિનામૂલ્યે આંખના ઓપરેશન કરી આપવામાં આવ્યા હતા. આ કેમ્પમાં ડોક્ટર કુંડારિયા પ્રિવેન્શન કેન્સર સોસાયટી દ્વારા બહેનોના ગર્ભાશયના કેન્સર તેમજ સ્તન કેન્સરના રોગ વિશે જાણકારી આપવામાં આવી હતી.

Share This Article