દાહોદ-3 ખેતર માથી 2.75 કરોડ ઉપરાંતનો ગાંજો ઝડપાયો

admin
2 Min Read

દાહોદ જિલ્લો બોર્ડર વિસ્તાર મા આવતો હોવાથી અહી સહેલાઈ થી નશીલા પદાર્થ મળી રહેતા હોય છે દારૂ પણ મોટા પ્રમાણ મા મળી રહેતો હોય છે ત્યારે દાહોદ પોલીસે ગાંજા ની ખેતી ઝડપી પાડી છે ,દાહોદ જિલ્લા ના સીંગવડ તાલુકા ના અગારા હાંડી ગામે પોલીસે ને બાતમી મળી હતી કે હાંડી ગામ ના મછાર ફળીયા મા રહેતા વિક્રમ નારસીંગ મછારે ખેતર મા કપાસ ની સાથે સાથે ગાંજા ની પણ ખેતી કરી છે જેને લઈ ને પોલીસે તપાસ હાથ ધરી હતી .જેમા પોલીસ ને ખેતર મા કપાસ ના પાક સાથે લીલા ગાંજા ના છોડ મળી આવ્યા હતા

તેમજ પોલીસે તે ખેતરો ની પાસે આવેલા ખેતર મા પણ તપાસ કરતા હીમંત જોખના મછાર અને સરતન ભાઈ શાંતુભાઈ મછાર ના ખેતર મા પણ ગાંજા ના લીલા છોડ વિપુલ પ્રમાણ મા મળી આવ્યા હતા જેને લઈ ને પોલીસ પણ ચોંકી ઉઠી હતી .જેમા પોલીસે 3 ખેતર મા ઉગાડેલા 2318 છોડ જેનો કુલ વજન 2745 કીલો 400 ગ્રામ જેની કુલ કિંમત 2 કરોડ 74 લાખ 54 હજાર નો મોટા પ્રમાણ મા ગાંજો ઝડપી પાડયો હતો પોલીસ ની આ રેડ 32 કલાક ચાલી હતી ,આ રેડ દરમિયાન ગત વહેલી સવારે 06 વાગ્યા આજે સવારે 04 વાગ્યા સુધી રેડ ચાલી હતી ,ખેતર મા ઉગાડેલા ગાંજા ના છોડ ના કટીંગ માટે પોલીસે હોમગાર્ડ જવાનો નો સહારો પણ લીધો હતો

Share This Article