સતત હીટ ફિલ્મો બાદ બ્રેક લેશે આયુષ્માન

admin
2 Min Read

કોઈપણ પ્રકારના ફિલ્મી બ્રેકગ્રાઉન્ડ વગર બોલિવુડમાં પગદંડો જમાવનાર એક્ટર આયુષ્માન ખુરાના પોતાના ગોલ્ડન પીરિયડને એન્જોય કરી રહ્યો છે. આયુષ્માનની હાલમાં જ આવેલી ફિલ્મ ડ્રીમ ગર્લ પણ કમાણીના મામલે સુપરહિટ રહી. ફિલ્મની સ્ટોરી અને એક્ટરની એક્ટિંગ લોકોને ખૂબ જ ગમી રહી છે. આટલી બધી સુપરહિટ ફિલ્મો આપ્યા બાદ આયુષ્માનને ઢગલો ફિલ્મોની ઓફર મળી રહી છે. પરંતુ આયુષ્માન હવે થોડો સમય આરામ કરવાના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે. આયુષ્માનની ફિલ્મ બાલા નવેમ્બરમાં થિયેટરમાં રિલીઝ થવાની છે.

 

આ વચ્ચે જ આયુષ્માને બ્રેક લેવોનો નિર્ણય લીધો છે કારણ કે તે હવે પત્ની અને બાળકો સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે.આ વિશે વાત કરતાં આયુષ્માને જણાવ્યું હતું કે, મને ખબર નથી કે આ બ્રેક કેટલો લાંબો હશે. આ બે-ત્રણ મહિનાથી પણ વધારે લાંબો હોઈ શકે છે. ગયું વર્ષ પણ સતત શૂટિંગ કરવામાં જ જતુ રહ્યું. પરંતુ હવે હું આ વાતનું ધ્યાન રાખીશ અને તેને બેલેન્સ કરીશ. હું નવેમ્બરમાં મારા પરિવાર સાથે જ સમય પસાર કરીશ.આયુષ્માને લાંબો બ્રેક લેવાનો નિર્ણય લીધો છે તેથી તેણે પોતાના બધા પ્રોજેક્ટ પણ પૂરા કરવા પડશે. બાલા 22 નવેમ્બરે રિલીઝ થવાની છે જ્યારે શુભ મંગલ ઝ્યાદા સાવધાન માર્ચ 2020માં રિલીઝ થશે. તેણે કહ્યું કે હું ટૂંક સમયમાં ફિલ્મના પ્રમોશનમાં બિઝી થઈ જઈશ.આયુષ્માને કહ્યું કે બાલા બાદ મેં કોઈ ફિલ્મ સાઈન કરી નથી.

Share This Article