ગુજરાત-દ્વારકાના સલાયામાં બે શખ્સોનાં ઘરમાંથી 46 કિલો ડ્રગ્સ ઝડપાયું

admin
4 Min Read

મુન્દ્રા બંદર પછી હવે દ્વારકામાંથી કરોડોરૂપિયાનો નશીલો પદાર્થ ઝડપાતા ગુજરાતમાં કાયદો અને સુરક્ષાની સ્થિતિ સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે. ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે તેની સાથે નશાના કારોબાર અને નશીલા પદાર્થોની હેરાફેરી પણ વધી છે. ગુજરતામાં ગુનાખોરી તરફ આગળ વધી રહ્યું છે તેની સાથે હવે નશાના કારોબારનું પણ હબ બની રહ્યું હોય તેવુ લાગી રહ્યું છે. થોડા સમય પહેલા એક ફિલ્મ આવી હતી ઉંડતા પંજામ જેમાં નશાના કાળો કારોબાર દર્શાવવામાં આવ્યો તે જેમાં પંજાબમાં કેવી રીતે ડ્રગ્સ ઘૂસાડવામાં આવે છે તેવી સ્થિતિ હાલ ગુજરાતની જોવા મળી રહી છે ઉંડતા પંજામની જેમ હવે ઉંડતા ગુજરાત પણ લિસ્ટમાં સામેલ થઈ ગયુ છે. કેમ કે મુદ્રામાં હજારો કરોડોના ડ્રગ્સનો પર્દાફાશ થયા બાદ પણ ગુજરાતમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવતો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયગાળાથી ડ્રગ્સ પકડાવાની ઘટનાઓ છાશવારે બની રહી છે.પહેલા પણ 21 હજાર કરોડનું કચ્છના મુદ્રા બંદરે ઝડપાયું હતું ત્યારે બાદ હવે ગઈ લાકે દ્વારકામાં 300થી 350 કરોડનું ડ્રગ્સ મળી આવતા હાહાકાર મચ્યો છે જેને લઈને નાર્કોટિક્સ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. મોડી રાત્રે સલાયામાં તપાસ હાથ ધરવામાં આવી જેમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું સલાયામાં અલી અને સલીમ નામના બે શખ્સોના ઘરે સર્ચ કાર્યવાહી હાથ ધરાઈ હતી. દ્વારકામાં ડ્રગ્સ મળી આવવા મામલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે.


અલી અને સલીમ કારાના ઘરે સર્ચ કરવામાં આવ્યું જેમાં સલીમ અને અલી કારાના ઘરેથી 46 કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે, ત્રણ આરોપીઓને ધરપકડ કરી છે જેમાં પોલીસને અત્યાર સુધી 63 કિલો ડ્રગ્સનો જથ્થો હાલ લાગ્યો છે. આજે પકડાયેલા ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, એક-દોઢ મહિના પહેલા કચ્છના મુન્દ્રા બંદર પર કરોડો રૂપિયાના ડ્રગ્સનો જથ્થો ઝડપાયા બાદ,8 શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. આ જથ્થો અફઘાનિસ્તાન થઈને પાકિસ્તાન-દુબઈના માર્ગે આવ્યો હોવાની વાત સામે આવી હતી. ત્યાર બાદ, અમદાવાદના કાલુપૂર રેલવે સ્ટેશન,મહેસાણા નજીક મસમોટા નશીલા પદાર્થના જથ્થા ઝડપાયા .તેના કેરિયર પણ ઝડપાયા છે. આ વચ્ચે જ ગુજરાતના પ્રસિદ્ધ તીર્થધામ દ્વારકામાં પણ મોટા પાયે નશીલા પદાર્થનો જથ્થો ઝડપાતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે.સુરક્ષા એજન્સીઓ પણ કાર્યરત બની છે.આ દરમિયાન જ દ્વારકા પોલીસે સલાયામાં હાથ સર્ચ ઓપરેશન હાથ ધરી આમીના મંઝીલ ઘરમાં સર્ચ ઓપરેશન વેળા,ઘરમાંથી 47 પેકેટ ડ્રગ્સ ઝડપાયું છે.આ વિસ્તારના કુખ્યાત ગણાતા સલીમ કારા અને અલી કારાના ઘરમાં સર્ચ ઓપરેશન કરાયું હતું હવે મળી આવેલા સંદિગ્ધ પેકેત્સનું પોલીસ વજન કરશે અને ક્યા પ્રકારનો નશીલાઓ પદાર્થ છે તેની પણ તપાસ કરશે. બુધવારે સવારથી જ ગુજરાતના દ્વારકામાં ડ્રગ્સનો મોટા પાયે જથ્થો ઝડપાવવાનાં સમાચાર મળ્યા તેની સાથે જ દક્ષિણ ગુજરાતના સુરતમાં સુરતમાંથી નશાનું નેટવર્ક ઝડપાયું હતું. સુરતમાંથી MD ડ્રગ્સ મામલે પણ પર્દાફાશ થયો છે. સુરત પોલીસને ડ્રગ્સ મામલે પણ મોટી સફળતા મળી છે. રાજસ્થાનથી સુરત MD ડ્રગ્સ આવ્યું હતું. પોલીસે ડ્રગ્સ લાવનાર પ્રવીણ વાનને ઝડપી પાડ્યો છે. આ MD ડ્રગ્સ જૈમીને રાજ્સ્થાનની મંગાવ્યુ હતું. જૈમીન પોતે ડ્રગ્સનો બંધાણી હતો. આમ સુરત પોલીસને નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. બીજી તરફ સુરતમાંથી જ રાજસ્થાનનો વોન્ટેડ ડ્રગ આરોપી સુરતથી ઝડપાઇ ગયો છે. અફીણના ડોડાનો આરોપી ભગવતીપ્રસાદ ઝડપાયો છે. ભગવતીપ્રસાદ અફીણના ડોડાનો કોન્ટ્રાક્ટર હતો. રાજસ્થાન સરકારે અફીણ પર પ્રતિબંધ મૂક્યો છે. ભગવતીપ્રસાદ આ પ્રતિબંધ બાદ ભગવતીપ્રસાદ ચોરી છુપીથી ધંધો કરતો હતો.

Share This Article