ભારતમાં હાલ વિશ્વનું સૌથી મોટું વેક્સિનેસન અભિયાન ચાલી રહ્યું છે. જેમાં દેશના તમામ લોકોને કોરોના રસી આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે તાજેતર માજ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લેનાર ૧૦૦ કરોડ લોકોનો ટાર્ગેટ પૂર્ણ થઈ ગયો છે. રાજ્યમાં કુલ રસીકરણ 7.79 કરોડ થઇ ગયું છે જેમાંથી 4.55 કરોડને પહેલો ડોઝ જ્યારે 3.24 કરોડને બન્ને ડોઝ મળી ગયા છે. રાજ્યની 18 વર્ષ ઉપરની વસતી 4.93 કરોડ મુજબ, 92.10 ટકાને પહેલો ડોઝ અને 67 ટકાને બન્ને ડોઝ મળી ગયા છે. ગત 21મી ઓક્ટોબરે દેશમાં 100 કરોડ રસીકરણ પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં 90 ટકા લોકોને પહેલો ડોઝ અને 47 ટકા લોકોને બન્ને ડોઝ મળ્યો છે. 21મી ઓક્ટોબરના આંકડા ઓ પ્રમાણે, 4.42 કરોડને પહેલો ડોઝ જ્યારે 2.35 કરોડને બીજો ડોઝ પણ અપાયો છે.
હાલની સ્થિતિએ, રાજ્યમાં 4.55 કરોડને પહેલો ડોઝ અને 3.24 કરોડ બન્ને ડોઝ અપાયા છે. એ વખતે કુલ રસીકરણનો આંકડો 6.76 કરોડ હતો જે વધીને હાલમાં 7.79 કરોડ થયો છે. છેલ્લા એક મહિનામાં પહેલો ડોઝ મેળવનાર લોકોની સંખ્યા માત્ર 13 લાખ જ છે જ્યારે 89 લાખ લોકોએ બીજો ડોઝ લીધો છે. એક મહિનામાં પહેલો ડોઝ મેળવનાર લોકોની ટકાવારીમાં માત્ર બે ટકાનો જ વધારો થયો છે. બીજો ડોઝ લેનારા લોકોની સંખ્યામાં 19 ટકાનો વધારો થયો છે. રાજ્યમાં પહેલા ડોઝની 100 ટકા સિદ્ધિમાં 8 ટકા હજૂ ઓછા છે જે પૂર્ણ કરવામાં તંત્રને લોઢાના ચણા ચાવવા પડશે એ નક્કી છે. કોવિન ડેશબોર્ડ પ્રમાણે, રાજ્યમાં કુલ રસીકરણમાંથી 4.21 કરોડ પુરુષોને જ્યારે 3.50 કરોડ મહિલાઓને રસીકરણના ડોઝ અપાયા છે. છેલ્લા કેટલાક સમયનો ટ્રેન્ડ જોવામાં આવે તો શહેરી વિસ્તારો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણ વધારે થયું છે.
ગુજરાત-રાજયમાં 4.55 કરોડને પહેલો, 3.24 કરોડને બન્ને ડોઝ આપી દેવાયા
Leave a comment
Leave a comment