ગુજરાત-દુબઇમાં CMનો વાઇબ્રન્ટ રોડ શો

admin
2 Min Read

કોરાનાનાં ઓમિક્રોન વેરિયન્ટની દહેશત વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ જમ્બો ડેલિગેશન યુએઇમાં દુબઇ,રાસ અલ ખેમાહ અને અબુધાબીમાં વાઇબ્રન્ટ ગુજરાત માટે રોડ શો કરવા જઇ રહ્યું છે. મુખ્યપ્રધાન તરીકે પ્રથમ વિદેશ યાત્રાએ જઈ રહેલા ભુપેન્દ્ર પટેલ સાથે મંત્રી જગદિશ પંચાલ અને અધિકારીઓ જઇ રહ્યા છે. તેમની સાથે 30 જેટલા ઉદ્યોગપતિઓ જઇ રહ્યા છે. અદાણી જૂથ, સેવી જૂથ,કીરી ઇન્ડસ્ટ્રીઝ, વેલસ્પન, મેધમણી જૂથના વડા, સીઆઇઆઇ અને એસોચેમ ,ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સહિત બિઝનેસ સંસ્થાઓના પ્રમુખ-પ્રતિનિધિઓ સીએમના ડેલીગેશનના સભ્યો તરીકે વહેલી સવારે દુબઇ પહોંચી ગયા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેબિનેટની બેઠકને એક દિવસ વહેલી બોલાવીને તારીખ 8 અને 9મી નવેમ્બર એમ બે દિવસ માટે દુબઇમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 માટે રોકાણકારોને આકર્ષવા રોડ શો યોજી રહ્યા છે. હાલમાં દુબઇમાં ઇન્ડિયા પેવેલિયન બનાવાયું છે

અને એમાં ભારતમાં રોકાણ માટે વિવિધ રાજ્યો પણ પોતાના ખાસ સ્ટોલ રાખ્યા છે. આ અગાઉ દુબઇ એકસ્પોમાં ભારતીય પેવેલીયનમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે વીડિયો કોન્ફરન્સથી સંબોધન પણ કર્યુ હતું. આ વખતે ગુજરાત સરકારે કરેલા આયોજનમાં તારીખ આઠમી અને નવમી ડિસેમ્બરના રોજ રાજ્યનાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દુબઇમાં હાજર રહેશે. મુખ્યપ્રધાન સાથેની ટીમમાં રાજ્યનાં ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગ એડિશનલ ચીફ સેકેટરી રાજીવ ગુપ્તા પણ હાજર રહેશે. જાન્યુઆરી 2022માં યોજાનારી સમિટ માટે અગાઉ જેટલા દેશોમાં રોડ શો યોજવામાં આવતાં હતાં, તેના કરતાં અડધા દેશોમાં ગુજરાતના અધિકારીઓ અને ઉદ્યોગપતિઓના રોડ શો થયાં છે. અગાઉ સાતથી આઠ ટીમો તમામ ખુણાઓમાં ગુજરાતમાં ઓદ્યોગિક રોકાણ અંગે રોડ શો કરવા જતી હતી. આ વખતે તે ઘટીને માત્ર ત્રણ ટીમ જ થઇ ગઇ હતી. તેમાં પણ હવે વાઇબ્રન્ટ સમિટના આયોજનને ગણતરીના મહિના જ બાકી છે, તેવા સંજોગોમાં શ્રમ અને રોજગાર વિભાગમાં પ્રિન્સિપલ સેક્રટરી અંજુ શર્મા દ્વારા જાપાન અને કોરિયાના રોડ શોમાં અધિકારીને ત્યાં ગયા બાદ અઠવાડિયા જેટલો સમય ક્વોરન્ટીન થવું પડે તેમ હોઇ તે રોડ શો ઓનલાઇન યોજવામાં આવ્યા હતા.

Share This Article