ભારત-એક વર્ષ પછી ખેડૂત આંદોલન સમેટાશે?

admin
2 Min Read

સરકારે ત્રણ કૃષિ કાયદા લાવ્યા છે. જેનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ખેડૂતોએ સતત એક વર્ષ સુધી વિરોધ અને આંદોલન કરવામાં આવતા મોદી સરકારે અંતે કૃષિ કાયદો પરત લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમ છતાં ખેડૂતોએ હજુ સુધી આંદોલન પૂર્ણ કર્યું નથી. ખેડૂતોના આંદોલનને એક વર્ષથી વધુનો સમય વીતી ગયો છે. એવામાં સરકારે કૃષિ કાયદા પરત લેવા ઉપરાંત હવે ખેડૂતોની સામે જે કેસો દાખલ થયા હતા તેને પરત લેવાની પણ ખાતરી આપી છે. સાથે એવા અહેવાલો છે કે ખેડૂતોની અન્ય જે પણ માગો છે તેનો સ્વિકાર કરવાની સરકારે લેખીતમાં ખાતરી આપવાની તૈયારી દર્શાવી છે. આ પરિસિૃથતિ વચ્ચે હવે એક વર્ષથી ચાલી રહેલુ ખેડૂતોનું આ આંદોલન સમેટાવાની શક્યતાઓ છે. જોકે હજુસુધી ખેડૂત સંગઠનોેએ આંદોલન સમેટી લેવાની જાહેરાત નથી કરી.

બુધવારે આઠ તારીખે ખેડૂતોની એક મહત્વની બેઠક યોજાવા જઇ રહી છે. આ પહેલા મંગળવારે કેન્દ્ર સરકારે ખેડૂતોને પાંચ પ્રસ્તાવ મોકલ્યા હતા. જોકે તેનાથી સંયુક્ત કિસાન મોરચાએ વાંધો વ્યક્ત કર્યો છે. સરકારે જે પાંચ પ્રસ્તાવ ખેડૂતોને મોકલ્યા છે તેમાં ટેકાના ભાવ માટે કમિટી બનાવવાની ખાતરી આપી છે. જેમાં કેંદ્ર, રાજ્ય સરકાર અને ખેડૂત સંગઠનોના પ્રતિનિિધઓને સામેલ કરાશે. સંયુક્ત કિસાન મોરચાના પ્રિતિનિિધ પણ સામેલ થશે. સરકારના ખેડૂતોને મોકલેલા પ્રસ્તાવમાં અન્ય એક મહત્વનો મુદ્દો આંદોલન સમયે જે કેસો દાખલ થયા છે તેને પરત લેવા માટે સહમતી વ્યક્ત કરી છે. જોકે આ નિર્ણય રાજ્ય સરકારોનો હોવાનું પણ કહ્યું છે. હાલ ઉત્તર પ્રદેશ અને હરિયાણા સરકાર આ કેસો પરત લેવા માટે તૈયાર થઇ ગઇ છે, આ બે રાજ્યોમાં જ સૌથી વધુ કેસો દાખલ થયા છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે પણ કહ્યું છે કે સરકારે એ સ્પષ્ટતા કરવી જોઇએ કે આ કમિટીમાં કોણ કોણ સામેલ થશે, અને આંદોલન પરત લેવું કે નહીં તે નિર્ણય સંયુક્ત કિસાન મોરચાનો રહેશે જેની આઠ તારીખે બેઠક યોજાવા જઇ રહી છે.

Share This Article