ગુજરાત-LRD ભરતીને લઈ મોટા સમાચાર આવ્યા સામે

admin
2 Min Read

એલ આર ડી પરીક્ષાની તૈયારીઓ રાજ્ય ભરમાં ચાલી રહી છે. ત્યારે ભરતી બોર્ડે ઉમેદવારોને લઈ એક મોટી જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં એલઆરડી ભરતીની પરીક્ષા દરમ્યાન ઉમેદવાર ડિજિટલ કે સ્માર્ટ ઘડિયાળ સાથે મેદાનમાં પ્રવેશી શકશે નહીં. ઉમેદવારોએ કાંટા વાળી ઘડીયાળનો ઉપયોગ કરવાનો રહેશે. જે અંગે ફરી વાર દરેક મેદાનમાં નિયુક્ત અધિકારને સૂચના આપવામાં આવી છે. આ અંગેની માહિતી એલઆરડી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા આપવામાં આવી છે. હાલમાં પોલીસ ભરતીની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે વરસાદના કારણે રાજ્યમાં 8 જગ્યાઓ પર શારીરિક કસોટીને મોકૂફ રાખવામાં આવી હતી. એ મામલે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા 2 દિવસ પહેલાં જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, હવે આ શારીરિક પરીક્ષા 12 ડિસેમ્બરના રોજ એ જ મેદાન પર એ જ કોલલેટર પર લેવામાં આવશે. જ્યારે સુરતના વાવમાં મોકૂફ રાખવામાં આવેલી કસોટી 26 ડિસેમ્બરના રોજ રવિવારના એ જ મેદાન પર લેવાશે. ઉલ્લેખનીય છે

કે, આ મામલે ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલ દ્વારા બે ટ્વિટ કરવામાં આવ્યા હતાં. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ‘તારીખ ૩ અને ૪ ડિસેમ્બરના રોજ જે મેદાનો ઉપર વરસાદને કારણે શારીરિક કસોટી મોકૂફ રાખવામાં આવેલ તે કસોટી હવે તારીખ 12 ડિસેમ્બરને રવિવાર નારોજ એ જ મેદાન પર એ જ કોલલેટર ઉપર લેવામાં આવશે. ઉમેદવારોએ અગાઉ ઇશ્યુ થયેલ કોલ લેટર સાથે સવાર કલાકઃ ૦૬.૦૦ વાગે કસોટી માટે હાજર રહેવું.’ આ જ રીતે SRPF ગ્રુપ-11, વાવ ખાતે 6 ડિસેમ્બર 2021ના રોજ શારીરિક કસોટી મોકૂફ રાખવામાં આવી હતી તે કસોટી હવે 26 ડિસેમ્બર 2021 ના (રવિવાર) ના રોજ એ જ મેદાન પર એ જ કોલલેટર સાથે લેવાશે. મોકૂફ રાખવામાં આવેલી કસોટીના ઉમેદવારોએ અગાઉ ઇશ્યુ થયેલા કોલ લેટર સાથે કસોટી માટે હાજર રહેવું.

Share This Article