ભારત-તમિલનાડુના કન્નૂરના જંગલમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું

admin
1 Min Read

તમિલનાડુના કન્નૂરના જંગલમાં સેનાનું MI-17 હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું છે. આ દૂર્ઘટના પછી હેલિકોપ્ટરમાં આગ લાગી ગઈ હતી, જેમા દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફજનરલ બિપિન રાવત, તેના પત્ની મધુલિકા સહિત 14 અધિકારીઓ સવાર હતા. ખરાબ રીતે સળગી ગયેલી હાલતમાં 4 મૃતદેહો મળ્યા છે. રાવતને હોસ્પિટલ લઈ જવાયા છે. તેમની સ્થિતિ અંગે હજુ કોઈ સત્તાવાર જાણકારી બહાર આવી નથી. દુર્ઘટનાની જે તસવીરો સામે આવી છે, તેમાં હેલિકોપ્ટર સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત દેખાઈ રહ્યું છે અને તેમાં આગ લાગી છે.

જનરલ બિપિન રાવત 31 ડિસેમ્બર 2016થી 31 ડિસેમ્બર 2019 સુધી સેનાના પ્રમુખ પદ રહ્યાં. તેમને 1 જાન્યુઆરી 2020ના રોજ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની જવાબદારી મળી છે. ન્યૂઝ એજન્સી ANI મુજબ હેલિકોપ્ટર સુલૂર એરબેઝથી વેલિંગ્ટન જઈ રહ્યું હતું. તેમા 14 ટોચના અધકારીઓ સવાર હતા. ઘટનાસ્થળે ડોક્ટરોની ટીમ સાથે સેનાના અધિકારીઓ પણ પહોંચી ગયા છે. 2 મૃતદેહો મળી આવ્યા છે. જે 80% સળગી ગયા છે. તેની ઓળખ કરાઈ રહી છે. અમુક મૃતદેહો પહાડ પરથી નીચે દેખાઈ રહ્યા છે. 1. જનરલ બિપિન રાવત 2. મધુલિકા રાવત 3. બ્રિગેડિયર એલએસ લિદ્દર 4. લે.ક.હરજિંદર સિંહ 5. નાયક ગુરુસેવક સિંહ 6. નાયક.જીતેન્દ્ર કુમાર 7. લાન્સ નાયક વિવેક કુમાર 8. લાન્સ નાયક બી.સાઈ તેજા 9. હવાલદાર સતપાલ દુર્ઘટના ગ્રસ્ત હેલિકોપ્ટરમાં સવાર હતા.

Share This Article