આજે રિલિઝ થઇ ગુજરાતી મુવી દિવાસ્વપ્ન,રિલીઝ થતાં પહેલાં નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાના 52 એવોર્ડ અને 35 નોમીનેશન મેળવ્યા

admin
7 Min Read

આજે રિલિઝ થઇ ગુજરાતી મુવી દિવાસ્વપ્ન,રિલીઝ થતાં પહેલાં નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાના 52 એવોર્ડ અને 35 નોમીનેશન મેળવ્યાગુજરાતમાં કે.ડી. ફિલ્મ પ્રાઈવેટ લિમિટેડના પ્રોડક્શન હેઠળ બનાવવામાં આવેલી ગુજરાતી ફિલ્મ “દિવાસ્વપ્ન” એ ફિલ્મ જગતમાં રિલીઝ થતાં પહેલાં જ પોતાનું નામ સુવર્ણ અક્ષરે પ્રસ્થાપિત કરી દીધું છે. આ ફિલ્મએગુજરાત અને દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં નામના મેળવીને ગુજરાતનું નામ રોશન કર્યું છે.આ અદભૂત ફિલ્મ એ રિલીઝ થતાં પહેલાં નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાના 52 એવોર્ડ અને 35 નોમીનેશન મેળવ્યા છે. “દીવાસ્વપ્ન” ફિલ્મએ અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, જર્મની, જાપાન, તુર્કી, સિંગાપુર, વેનેઝુએલા જેવા અનેક દેશો અને ભારતના અનેક રાજ્યોમાંથી 52 એવોર્ડ અને ૩5 નોમીનેશન મેળવીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને વિશ્વ સ્તરે એક આગવી ઓળખ અપાવી છે. ગુજરાતી ફિલ્મ જગતમાં જ્યારે પણ સૌથી વધુ એવોર્ડ મેળવનારી ફિલ્મોનું નામ લેવામાં આવશે ત્યારે તેમાં “દીવાસ્વપ્ન”નું નામ ચોક્કસ પહેલી હરોળમાં હશે. આ ફિલ્મનું ટાઇટલ જાણીતા શિક્ષણવિદ શ્રી ગિજુભાઈ બધેકાની બુક “દિવાસ્વપ્ન” પરથી રાખવામાં આવ્યું છે.
ફિલ્મની સ્ટોરીમાં આજના સમયને અનુરૂપ અદભુત મેસેજ છે, જેમાં ભાર વગરના ભણતરની સાથે સાથે એક શિક્ષક વિદ્યાર્થીના જીવનમાં શું પરિવર્તન લાવી શકે છે, કુદરતી ખેતીનું આધુનિક સમયમાં શું મહત્વ છે તે, આધુનિક સમયમાં માં-બાપના તેમના બાળકોના શિક્ષણ માટેના કયા પડકારો અને સમાધાન વગેરે જેવા વિષયોને ખુબજ સારી રીતે વાર્તામાં વણી લેવામાં આવ્યા છે.આગામી સમયમાં સિનેમાઘરોમાં ખરા અર્થમાં તાળીઓની હકદાર આ ફિલ્મ બનશે. આ ફિલ્મને મળેલા એવોર્ડથી ગુજરાતી ફિલ્મ જગતમાં સફળતાનો એક નવો ઇતિહાસ રચાયો છે.

જેથી આ ફિલ્મ જોવાને લઈને દર્શકોની તાલાવેલી અને ઉત્સુકતા દિવસેને દિવસે વધી રહી છે. આ ફિલ્મને મળેલા એવોર્ડની પોસ્ટ અમેરિકામાં સોશ્યલ મીડીયામાં વાઈરલ થતા ત્યાં વસતા આપણા ગુજરાતી લોકો પણ આ ફિલ્મની ખુબ જ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ પ્રકારની સિધ્ધિ હાંસલ કરનાર આ પ્રથમ ગુજરાતી ફિલ્મ છે. ગુજરાતી ફિલ્મ જગતમાં પહેલી હરોળમાં જેનું નામ લેવાય છે તેવી ફિલ્મોમાં પોતાનું આગવું સ્થાન “દિવાસ્વપ્ન” ફિલ્મ એ રિલીઝ થયા પહેલા જ બનાવી લીધું છે.આ ફિલ્મના પ્રોડ્યુસર વી.આઇ.પી. એકેડમીના ડિરેકટર શ્રી નરેશ પ્રજાપતિ છે કે જેઓ એક કવિ, લેખક, વિચારક અને મોટીવેશનલ સ્પીકર પણ છે. તેમનો આ ફિલ્મની સફળતા પાછળ સિંહ ફાળો છે. આ ફિલ્મના સદાબહાર ગીતો ઉપરાંત તેમણે એડીશનલ સ્ક્રીનપ્લે અને અદભુત સંવાદો પણ લખ્યા છે. વિશિષ્ટ પદ્ધતિઓથી કોચિંગ અને ટ્રેઈનિંગ આપી હજારો લોકોના ભવિષ્યને આકાર આપનાર શ્રી પ્રજાપતિએ મનોરંજનના માધ્યમ થકી જાગૃતિ ફેલાવીને સુખી અને સ્વસ્થ વિશ્વનું નિર્માણ કરવાનું એક વિઝન ધરાવે છે. માનવ પ્રયાસો અને આધુનિક ટેકનોલોજીના સંયોજનથી ફિલ્મ જગતમાં નવા માપદંડો સ્થાપિત કરવાનું તેમનું લક્ષ્ય તેમની કંપનીના બેનર હેઠળ બનેલી પહેલી ફિલ્મથી જ પરિપૂર્ણ થતું જણાય છે. આ અંગે વધુમાં જણાવતા તેમણે કહ્યું કે, “આ ફિલ્મ આવનારા સમયમાં એક નવો વિક્રમ સ્થાપશે. સમાજના દરેક વર્ગને વાચા આપતી આ ફિલ્મની સ્ટોરી દરેક ઉંમરની વ્યક્તિને ગમશે જ” એવું તેમનું માનવું છે. ફિલ્મના ડિરેક્ટર સતીષ ડાવરા છે, જેમણે લંડનથી ફિલ્મ મેકીંગની ટ્રેનીંગ લીધેલી છે. તેમની આ પ્રથમ ફિલ્મ છે. આ ફિલ્મના ડી. ઓ. પી. તરીકે ગુજરાતનું એક આગવું નામ એટલે પ્રશાંત ગોહેલ છે જયારે ઈ. પી. કમ એડિટર તરીકે કનુ પ્રજાપતિએ કામ કરેલ છે, તેમણે અનેક હિન્દી ફિલ્મોનું પણ એડીટીંગ કરેલ છે. ફિલ્મના ક્રિએટીવ હેડ તરીકે વિજય કે. પટેલે સેવા આપી છે જયારે શાનદાર સ્ક્રીનપ્લે જયેશ પટેલ દ્વારા લખાયો છે.અંશુ જોષીએ ફિલ્મના સંવાદો લખ્યા છે. એડીશનલ સંવાદો આ ફિલ્મના પ્રોડયુસર નરેશ પ્રજાપતિ અને જાણીતા રાઈટર સંજય પ્રજાપતિ દ્વારા લખાયા છે.મ્યુઝીક ડાયરેક્ટર તરીકે પાર્થ પીઠડીયાએ અદભુત કામ કર્યું છે જયારે ગુજરાતના જાણીતા સંગીતકાર શ્રી મૌલિક મેહતા અને જય મેહતાએ આ ફિલ્મમાં મનમોહક બેકગ્રાઉન્ડ મ્યુઝીક આપ્યું છે. જીગરદાન ગઢવી, પાર્થ ઓઝા, હાર્દિક દવે અને અપરાજીતા સિંગ જેવા જાણીતા ગાયકોએ આ ફિલ્મના ગીતો ગાઈને અવાજનો જાદુ રેલાવ્યો છે.

જ્યારે મુખ્ય કલાકારોમાં જાણીતા એક્ટર ચેતન દૈયા, કલ્પના ગાગડેકર, પ્રવીણ ગુંદેચા, ગરિમા ભારદ્વાજ, રિતેશ મોભ, બિમલ ત્રિવેદી, રાજન ઠાકર, ભવ્ય મેજીએતર, અભિલાષ શાહ સહિતના અનેક ઉત્તમ કલાકારોએ અભિનય કર્યો છે. મીડીયામાં આગળ પડતું નામ શ્રી દેવાંગ ભટ્ટે અને શિક્ષણ જગતમાં મોટું નામ એવા શ્રી અર્ચિત ભટ્ટે પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી છે.કોરોના બાદ ઘણા સમયથી બંધ રહેલા થીયેટરો શરૂ કરાયા છે ત્યારે દર્શકો ઉત્તમ પ્રકારની સ્ટોરી સાથેની ગુજરાતી ફિલ્મોની રાહ જોઈ રહ્યા છે ત્યારે તેમની આ પ્રતિક્ષાનો અંત આવ્યો છે. આગામી સમયમાં જલદી જ દર્શકોને “દિવાસ્વપ્ન” ફિલ્મ થકી સિનેમાઘરો હાઇસકૂલ જોવા મળશે. તારીખ ૧૦ મી ડિસેમ્બરે આ ફિલ્મ ગુજરાત અને મુંબઈ માં રિલીઝ થઇ રહી છે.દિવાસ્વપ્ન” ફિલ્મને “બેસ્ટ ફીચર ફિલ્મ, બેસ્ટ એજ્યુકેશન ફિલ્મ, બેસ્ટ ઇન્ડિયન ફીચર ફિલ્મ” વગેરે કેટેગરીમાં એવાર્ડ મળેલ છે. આ ફિલ્મએ જે ફિલ્મ ફેસ્ટીવલમાં ભાગ લીધો છે તે પૈકી હોલીવુડ ગોલ્ડ એવોર્ડ, ન્યૂ યોર્ક આંતરરાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ, વાનકુવર ઇનડીપેડેંટ ફિલ્મ ફેસ્ટિવલ, બર્લિન ઇન્ટરનેશનલ આર્ટ ફિલ્મ ફેસ્ટિવલ, પેરિસ ફિલ્મ ફેસ્ટિવલ, ટોક્યો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, વર્લ્ડ ફિલ્મ કાર્નિવલ – સિંગાપુર, રોમ સ્વતંત્ર પ્રિઝમા એવોર્ડ્સ, ક્રિશ્ચિયન ફિલ્મ ફેસ્ટિવલ, ફાઈવ કોન્ટીનેન્ટ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, 12 મો દાદા સાહેબ ફાળકે ફિલ્મ ફેસ્ટિવલ, 6 ઠ્ઠી જયપુર ફિલ્મ વર્લ્ડ 2021, ઝારખંડ ફિલ્મ ફેસ્ટિવલ, પોર્ટ બ્લેર ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, ટાગોર ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, ક્રાઉન વૂડ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, સેવંથ આર્ટ ઇન્ડેપેન્ડેન્ટ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, કલ્ટ ક્રિટીક મૂવી એવોર્ડ, ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ અંદમાન એન્ડ નિકોબાર, કલકત્તા ઈન્ટરનેશનલ કલ્ટ ફિલ્મ ફેસ્ટિવલ, વર્લ્ડ ફિલ્મ કાર્નિવલ ,ગોના ફિલ્મ એવોર્ડ, ગોલ્ડન સ્પેરો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, કલ્ટ ક્રિટીક મૂવી એવોર્ડ, હેવલોક ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, કર્ણાવતી ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, બેયોન્ડ અર્થ ફિલ્મ ફેસ્ટિવલ, ગંગટોક ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, હોડુ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ સહિતના 52 થી વધુ એવોર્ડ અને 35 થી વધુ નોમિનેશન આ ફિલ્મને અત્યાર સુધી મળી ચૂક્યા છે. આ ફિલ્મ બે મિશાલ છે તે તેને મળેલા એવોર્ડરૂપી સન્માનથી જ ખ્યાલ આવે છે.તારીખ ૧૦ મી ડિસેમ્બરે ગુજરાત અને મુંબઈ માં રિલીઝ થઇ રહેલી ફિલ્મ “દિવા સ્વપ્ન” ને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.

Share This Article