વોર્ડ નં 15માં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતા સ્થાનિકો ત્રાહિમામ

admin
1 Min Read

રાજકોટમાં એક તરફ મનપા દ્વારા પાણીચોરી અને બગાડ સામે ચેકીંગની કડક ચલાવવામાં આવી રહી છે. અને પાણીનો વેડફાટ કરનાર પ્રજાજનોને દંડ કરવામાં આવે છે. જયારે બીજી તરફ કિશાનપરા સોસાયટીમાં મનપાની બેદરકારી સામે આવી છે. જ્યાં કિશાનપરા સોસાયટીમાં મનપા દ્વારા 3 દિવસથી ખોદેલી લાઈનમાં ભંગાણ થતા પાણીનો વેડફાટ થયાની સામે આવ્યું છે.ઉલ્લેખનીય છે કે સામાન્ય જનતા પાસે પાણી બગાડનો મનપા દંડ વસુલે છે અને પોતાની ભૂલ સામે આંખ આડા કાન કરે છે.

ત્યારે વધુ એક વખત રાજકોટ શહેર વોર્ડ નં 15 નવા થોરાળા ગોકુળપરા વિસ્તારમાં પીવાના પાણીમાં ભુર્ગભ ગટરનું પાણી મીક્સ થવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અનેક વખત સ્થાનિક લોકોએ જવાબદાર અધિકારીઓ ને રજુઆત કરવા છતાં યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવી નથી. તેવી ફરિયાદ સ્થાનિકો દ્વારા કરવામાં આવે છે. સ્થાનિક લોકો દ્વારા વિડિયો બનાવી સ્પષ્ટ સબુત આપવામાં આવી રહ્યું છે કે આરોગ્ય બાબતે કેટલુ ખરાબ દુષીત પાણી લોકોના ઘર સુધી પહોંચાડવા આવી રહ્યું છે.

Share This Article