વડોદરા- વડોદરા મીરાં મર્ડર કેસનો ભેદ ઉકેલતી નર્મદા પોલીસ

admin
2 Min Read

છેલ્લા કેટલાક દિવસથી બહુ ચર્ચિત વડોદરા મીરાં મર્ડર કેસનો ભેદ નર્મદા પોલીસે ઉકેલ્યો છે. મીરાં સોલન્કી ની હત્યા કરનાર મુખ્ય આરોપી સંદીપ મકવાણાને નર્મદા પોલીસ પકડી લાવી હતી અને રાજપીપલા જિલ્લા પોલીસ વડા કચેરીએ પત્રકાર પરિષદ બોલાવી આરોપીને મીડિયા સમક્ષ રજુ કર્યા બાદ મર્ડર કેસ ની સમગ્ર હકીકત જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ પત્રકાર પરિષદને સંબોધી હતી. મર્ડર કેસની વિગત આપતાં પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું કે તિલકવાડા વિસ્તારના કેસરપુરા ગામ નજીક ખેતરમાં જવાનારસ્તાની બાજુમાં એક અજાણી છોકરીની લાશ મળી હતી.લાશના વાલી વારસની તપાસ કરતા લાશ નિલેષભાઈ રમણભાઇ સોલંકી (રહે. માંજલપુર) ખેડુતોના મકાનો બળીયાદેવમંદિર સામે દરબાર ચોકડી વડોદરા શહેર) ની દિકરી મીરાબેન( ઉ.વ.૨૦) ની અને તેઓને કોઈપણ કારણોસર ગળાના ભાગે તેમજ કપાળના ઉપરના ભાગે માથામાં તેમજ બન્ને આંખોની વચ્ચેની ભાગે તથા બન્ને હાથ તથા પગના ભાગે ઈજાઓ કરી મોત નિપજાવી લાશને પુરાવાનો નાશ કરવા સારૂ લાશ ફેકી દઈઆરોપી નાશી ગયો હતો.જેથી મરનાર મીરાબેનના પિતા નિલેષભાઈ રમણભાઇ સોલંકીની ફરીયાદ લઇ ગુનોનોંધાયો હતો.

આ ગુનાની તપાસ એ.એન.પરમાર પોલીસ સબ ઇન્સ્પેકટર તિલકવાડાએ કરતા તેઓએ આ કામની ગુનાવાળી જગ્યાનું પંચાનામુકરી લાગતા વળતા ના નિવેદન તથા અન્ય ઇલેક્ટ્રોનીક પુરાવાઓ મેળવ્યા હતા.મરનાર મીરાબેન આરોપી સંદિપભાઇ રયજીભાઇ મકવાણા (રહે.વાઘજીપરા તા.જી.વડોદરા ) સાથે ભાગી ગયેલ હોઇ અને તપાસમાં મુખ્ય શકમંદ તરીકે તેનું નામ બહાર આવતા અને તે પોલીસથી બચવા સારુ નાસ્તો ફરતો હતો.ત્યાર બાદ એલ.સી.બી.ને પંચમ પાર્ટી પ્લોટ પાસે ક્યાંક છે તેવી ચોક્કસ માહિતી મળતાં તે જગ્યાએ હાજર તિલકવાડા પોલીસ ટીમનેજાણ કરતા હકીકત તેમના દ્વારા તેને પકડી લેવામાં આવ્યો હતો. અને તેની પૂછપરછ શરુ કરી હતી. પૂછપરછના અંતે મીરા સોલંકીની હત્યાની તેણે કબૂલાત કરી હતી. ગુનો કબૂલતા તા.૨૨/૦૪/૨૦૨૨ ન પકડી અટક કરવામાં આવેલ છે. આરોપીને પૂછતા સંદીપે તેઓ જણાવ્યુ હતું કે મરનાર મીરા છેલ્લા ત્રણેક વર્ષથી એક બીજાના સંપર્કમાં હતી અને એકબીજાને પ્રેમ કરતા હતા. તથા આરોપી આ મીરા સાથે લગ્ન કરવાની ઇચ્છા ધરાવતો હતો પરંતુ આ મીરાએ તેની સાથે લગ્ન કરવાની ના પાડતાસંદીપે તેની હત્યા કરી નાખી હતી.

Share This Article