ભારતમાં લોકો પાસે રમતનું જ્ઞાન ઘણું ઓછું છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ટેકનોલોજી (આઈએમટી)ના સ્પોર્ટ્સ રિસર્ચ સેન્ટરની રિપોર્ટ અનુસાર, દેશના માત્ર 5.56% લોકો જ રમતોનું જ્ઞાન ધરાવે છે. સ્પોર્ટ્સ રિસર્ચ સેન્ટરના કનિષ્ક પાંડેએ જણાવ્યું કે, 125 કરોડ લોકોમાંથી માત્ર 57 લાખ લોકો એવા છે, જેઓ સ્પોર્ટ્સ સાથે જોડાયેલા છે. એટલે આટલા લોકો પાસે રમતોનું જ્ઞાન છે, અથવા તેઓ કોઈ રમત રમે છે. કનિષ્કે જ રમતને મૂળભૂત અધિકાર તરીકે સામેલ કરવા મામલે ગત વર્ષે સુપ્રીમમાં જાહેરહિતની અરજી કરી હતી……..ચીનમાં 1 કરોડ લોકો તો માત્ર બેડમિન્ટન રમે છે, લિટરેસીમાં તે અમેરિકા કરતાં પણ આગળ છે…..કનિષ્કે જણાવ્યું કે,’વસ્તીના માત્ર 5.56% સ્પોર્ટ્સ લિટરેટ છે. એવામાં મહિલાઓની ટકાવારી 1.31% જ છે. 57 લાખ લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્પોર્ટ્સ સાથે જોડાયેલા છે. અમેરિકાનો સ્પોર્ટ્સ લિટરેસી રેટ જોઈએ તો 20% છે. ચીનમાં 1 કરોડ જેટલા લોકો માત્ર બેડમિન્ટન જ રમે છે. જો બાકીની રમતોને જોડવામાં આવે તો તે અમેરિકાથી પણ આગળ નીકળી જશે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -