આ વખતે નવરાત્રીમાં કરો વૉટરપ્રૂફ મેકઅપ

admin
1 Min Read

નવરાત્રીની શરૂઆત થઇ ગઇ છે,અને આ તહેવારમાં ભંગ કરવા આગામી 3 દિવસ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં વરસાદની આગાહી છે. ત્યારે વરસાદ સામે ખેલૈયાઓ બાંયો ચડાવી લીધી છે. રેઈનકોટ ચણિયાચોળી તૈયાર કર્યા બાદ હવે ખેલૈયાઓ ગુજરાતના સૌથી મોટો લોકોત્સવમાં વૉટરપ્રૂફ મેકઅપ કરશે. જે માટે યુવક અને યુવતીઓએ ખાસ તૈયારીઓ કરી છે…..કેવી રીતે કરશો વૉટરપ્રૂફ મેકઅપ? : વૉટરપ્રૂફ મેકઅપ લૂક પરસેવા કે વરસાદમાં તમારા લૂકને ખરાબ નહીં કરે. આ માટે તમારે વૉટરપ્રૂફ લાઈનર અને વૉટરપ્રૂફ ફાઉન્ડેશનનો ઉપયોગ કરવો પડશે. આ સાથે તમે જે પાઉડરનો ઉપયોગ કરશો. તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે……

ચોમાસાની સિઝનમાં ગરબા રમવા જતી યુવતીઓ સિલિકોન બેઝ મેકઅપ કરાવી શકે છે. પ્રાઇમર તરીકે પણ સિલિકોન બેઝ ફાઉન્ડેશનનો ઉપયોગ કરવાથી અલગ જ લૂક મળશે. આવો બેઝ બજારમાં આસાનીથી મળી જાય છે. આ મેકઅપમાં ત્વચા પર એક પાતળું સ્તર બની જશે, જે મેકઅપને વરસાદમાં રેલાવા નહીં દે. સિલિકોન મેકઅપ ચોમાસા માટે એકદમ યોગ્ય હોય છે……નવરાત્રિના સમયમાં યુવતીઓ પરસેવે રેબઝેબ થઈ જાય છે.. આવા સંજોગોમાં ત્વચા પણ ઓઈલી થઈ જાય છે..અને બફારો પણ વધારે થાય છે. ત્યારે નવરાત્રિ માટે યુવતીઓએ પર્સનલ કોસ્મેટિક્સ જેવાં કે, મસ્કારા, આઇલાઇનર લિપસ્ટિક ફાઉન્ડેશન વગેરે વોટરપ્રૂફ જ ખરીદવા.

Share This Article