છેલ્લા બે ત્રણ દિવસ સતત વરસાદ..

admin
1 Min Read

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમરેલી જિલ્લામાં પણ ગઈ કાલે આખી રાત વરસાદ પડ્યો હતો. અમરેલી, સાવરકુંડલા, ખાંભા, ધારી, રાજુલા, જાફરાબાદ, લાઠી, બાબરા, બગસરા કુંકાવાવમાં આખી રાત ધીમીધારે વરસાદ પડ્યો હતો. જેને કારણે ખોડિયાર ડેમ, રાયડી ડેમ, સુરવો ડેમ પાણીથી છલોછલ થઈ ગયા છે. જોકે, સતત વરસાદથી જગતના તાત મુશ્કેલીમાં મુકાયા છે. અમરેલીના ખાંભા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો. વરસાદના કારણે ઘાતરવડી નદીમાં બીજીવાર ઘોડાપૂર આવ્યુ છે. ત્યારે સતત વરસતા વરસાદથી જગતના તાતની ચિંતામાં વધારો થયો છે.  વરસાદના કારણે લીલા દુકાળની ભીતી પણ સેવવામાં આવી રહી છે. બગસર પાસેના ખારી ગામમાં આવેલી ફૂલઝર નદીમાં પૂર આવ્યું છે અને નદી પર આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થઇ ગયો છે. ત્યારે ખીજડીયા, કેરાળા, જાળીયાનો વાહનવ્યવહાર ઠપ થઇ ગયો છે.

 

Share This Article