ગૂજરાત વિદ્યાપીઠ અને એસોસિયેશન ઓફ ઈન્ડિયન યુનિવર્સિટી દ્વારા ગૂજરાત વિદ્યાપીઠ અમદાવદ પરિસરમાં મહાત્મા ગાંધીના શિક્ષણ સંબંધી વિચારો અને પ્રયોગો વિષય પર 30 સપ્ટેમ્બર અને 1 ઓકટોબર એમ 2 દિવસીય રાષ્ટ્રીય પરિસદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશની વિવિધ યુનિવર્સિટીના 100થી વધુ કુલપતિઓ આ પરિસદમાં ભાગ લીધો છે. આ પરિષદમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ ડૉ. ડી.પી સિંઘ, એસોસિયેશન ઓફ ઈન્ડીયન યુનિવર્સિટીના અધ્યક્ષ પ્રો. એમ.એમ. સાલુંખે, તેમજ સેક્રેટરી પંકજ મિતલ, ગૂજરાત વિદ્યાપીઠના વાઈસ ચાન્સેલર અનામિક શાહ મુખ્ય અતિથી તેમજ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. આ પ્રસંગે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ ડૉ. ડી.પી સિંઘે જણાવ્યું હતું કે, જેની દુનિયા પર સૌથી વધુ અસર છે એવા મહાત્મા ગાંધી વિધ્યાપીઠ પરિસરમાં 28 વર્ષ કુલપતિ તરીકે રહ્યા છે. એટલે ગાંધી માત્ર આ માટીમાં જ નહી પણ હવામાં પણ છે. તેના કારણે જ ગાંધી અહીં જીવિત છે. એવો કોઈ પણ વિષય નથી કે જેના પર ગાંધીએ પોતાનું ચિંતન ન આપ્યું હોય. તેમણે વધુમાં કહ્યું કે ભારતને જો વિશ્વ ગુરુ બનાવવું હશે તો ગાંધીને માનવા જ પડશે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -