ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર સારાએ લીધી નિવૃતિ

admin
1 Min Read

ઈંગ્લેન્ડમાં યોજાયેલા વર્લ્ડકપ બાદ ક્રિકેટ જગતમાં નિવૃતિ લેવાનો ટ્રેન્ડ ચાલ્યો છે. ત્યારે ઈંગ્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમની વિકેટકિપર બેટ્સમેન સારા ટેલરે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ લેવાની જાહેરાત કરી દીધી છે. મળતી માહિતી અનુસાર સારા ટેલરનું સ્વાસ્થ્ય સારુ ન હોવાના કારણે તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ લીધી છે. આ અંગે ટેલરે જણાવ્યું હતું કે, નિવૃતિનો નિર્ણય મારા માટે ખૂબ જ અઘરો હતો પરંતુ મારા સ્વાસ્થ્ય માટે આ સારું પગલું છે. હું ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ, મારા પરિવાર અને મારા ફેન્સનો આભાર માનું છું. બીજી તરફ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે નિવેદન આપતા જણાવ્યું કે, ડિપ્રેશનનો સામનો કર્યા પછી ટેલર રમતને પહેલાની જેમ એન્જોય કરી શકતી ન હોવાના કારણે તેણે જાતે જ આ પ્રકારનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે 30 વર્ષીય ટેલરે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 2006માં ડેબ્યુ કર્યું હતું. તેણે અત્યાર સુધીમાં 10 ટેસ્ટ, 126 વન-ડે અને 90 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. ત્રણેય ફોર્મેટમાં કુલ મળીને અત્યાર સુધીમાં 6553 રન બનાવ્યા છે.

Share This Article