તારક મહેતાની ટીમે સાબરમતી આશ્રમમાં કર્યુ શૂટિંગ

admin
1 Min Read

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ ગાંધી જયંતિ સ્પેશિયલ એપિસોડનું શૂટિંગ કરી રહી હતી. શોના એક્ટર્સ એટલે કે ટપુ સેના સાથે દાદાજી ચંપકલાલ ગડા અને આત્મારામ ભિડે એ આશ્રમમાં શૂટિંગ કર્યું હતું. સેલ્ફી અને ફોટા માટે ચાહકોની પડાપડી છતાંય તેમણે પ્રોફેશનલ રીતે શૂટિંગ અને રીડીંગ સેશન ચાલુ રાખ્યા હતા. ટીમ ગાંધી જયંતિ સ્પેશિયલ એપિસોડ માટે ગાંધીજી સાથે સંકળાયેલી જગ્યાઓ જેવી કે રાજકોટ અને પોરબંદરમાં પણ શૂટિંગ કરશે. ટીમ સાથે આશ્રમ આવેલા પ્રોડ્યુસર આસિત કુમાર મોદીએ જણાવ્યું હતું કે અમારો શો ગાંધીવાદી વિચારસરણી ધરાવે છે. આથી સાબરમતી આશ્રમ પર શૂટિંગ કરવું શો સાથે મળતું આવે છે. અમારા શોનું ફોકસ હંમેશાથી ગુજરાત પર રહ્યું છે. અમે મહત્વની જગ્યાઓ પર શૂટ કરીશું જ્યાં દાદાજી અને ભિડે ટપુ સેનાને ગાંધીજીના જીવનના વિવિધ પાસા અંગે જ્ઞાન આપશે. મંદાર ચંડવાડકરે જણાવ્યું હતું કે, અમે અમદાવાદના વિવિધ લોકેશન, કચ્છના રણ, ઉત્તરાયણ અને નવરાત્રી દરમિયાન રિવરફ્રન્ટ પર શૂટિંગ કર્યું છે. પરંતુ સાબરમતી આશ્રમમાં શૂટ કરવાની ફીલીંગ સ્પેશિયલ છે. હું આ પહેલા ઘણીવાર અમદાવાદ આવી ચૂક્યો છું. ગાંધી આશ્રમ પણ આવ્યો છું. પરંતુ હું આ પહેલી વાર ગુજરાતમાં શૂટ કરી રહ્યો છું. આ વખતે અમે સાબરમતી આશ્રમ ઉપરાંત રાજકોટમાં મહાત્મા ગાંધી મ્યુઝિયમ, પોરબંદરમાં ગાંધીજીના ઘર અને આવા બીજા ઘણા સ્થળોની મુલાકાત લઈશું.

Share This Article