ધાંગધ્રા રોડ પર આવેલ કાળાપાણાની નદીમાં ધોડાપુર

admin
2 Min Read

છેલ્લા ત્રણ દિવસથી મેધરાજા  મનમુકીને વરસતા સમગ્ર સરા પંથકમા લીલા દુકાળ ના ઓછાયા ઉર્તાયા હોય તેમ લાગી રહયુ છે કાળાપાણાની નદી દિધડીઆ ગામે આવેલ નદીમા ઉપરવાસ ના વરસાદને કારણે ચેકડેમ નદી નાળા ઓવરફલો થતા નદીમા ધોડાપુર આવતા સરા થી ધાગધ્રા હળવદ વાહન વ્યવ્હાર ખોરવાયો હતો કાળાપાણા ની નદીમા ગાડી ફસાતા આજુબાજુના લોકોએ રેસ્કયુ કરી બહાર કાઢી હતી.દર ચોમાસા દરમ્યાન આ નદીમા પાણીની આવક વધતા સરા થી ધાગધ્રા તરફ જવાનો વાહન વ્યવ્હાર ઠપ્પ થઇ જતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ નદી પર ઉભો પુલ બનાવવા રતનપર ચિત્રોડી બાવળી કોંઢ સહીત ગામોના લોકોએ વારંવાર રજુઆત કરેલ છે પણ તંત્ર ના કાને અથડાતી નથી પરિણામે દર ચોમાસા દરમ્યાન લોકોને હાલાકી ભોગવવી પડે છે.સરા ગામે હટાણુ કરવા તેમજ કામકાજ અર્થે આવેલા ખેતમજુરો સહીત લોકોને સરાથી રતનપર ચિત્રોડી કોંઢ સહીત ગામો મા જવા અથવા ધાંગધ્રા તરફ જવા બેઠા કોેઝવે પર પાણીમા જીવના જોખમે જવુ પડે છે ધાંગધ્રા સહીત ગામોમાથી સરા થઇ થાન હળવદ મોરબી તરફ જતા એસ.ટી રૂટો તેમજ માલ ની હેરાફેરી કરતા વાહનો ફોર વ્હીલરો અટવાઇ જતા ખુબ હાલાકી ભોગવવી પડી રહી છે દર વર્ષે બેઠો કોેઝવે લાખો રૂપિયા ના ખર્ચે સમારકામ કરવામા આવે છે પરંતુ વરસાદી પાણી ફરી વળતા તમામ ખર્ચ વ્યર્થ નિવડે છે તંત્ર દ્રારા કાળા પાણા ની નદી પર ઉભો પુલ બનાવામા આવે તેવી પ્રજામા પ્રચંડ માંગ ઉઠવા પામી છે

 

 

Share This Article