ધોરાજી નજીક આવેલ ભાદર ડેમ થયો ઓવરફલો

admin
1 Min Read

સૌરાષ્ટનો બીજા નંબરનો વિશાળ ભાદર ડેમ સાઈટ ઉપર ધોધમાર વરસાદ પડતા ડેમમાં પાણીની આવક સતત વધતા સૌરાષ્ટનો વિશાળ ભાદર ડેમ અઠવાડિયામાં ફરી ઓવર ફ્લો થતા ડેમના 8 ગેટ ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા હતા. ડેમ સાઈટના ઈજનેરના જણાવ્યા અનુસાર ઉપર વાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક 14338 કયુસેકની જોરદાર આવક થતા ડેમના 8 ગેટ ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા હતા. ડેમમાં જેટલી આવક છે તેટલી જ 14338 કયુસેકની જાવક છે. તેમ જણાવેલ હાલ ભાદર ડેમ માંથી પાણી છોડવામાં આવતા જેતપુર પાસે આવેલ નદી ભાદર નદી ખળખળ વહેવા લાગી છે. એકજ જાટકે ભાદર નદીમાં ઘોડાપુર આવ્યા છે. આતકે તંત્ર દ્વારા અગાઉથી જ નીચાળ વાળા વિસ્તારને અને લોકોને નદીના પટમાં જવા પર પ્રતિબધ લગાવીયો હતો. જ્યારે જેતપુરના મામલતદાર દ્વારા નીચાળ વાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી હતી. ભાદર ડેમ ઓવર ફ્લો થતા ડેમ માંથી પાણી છોડવામાં આવતા ભાદર નદીમાં ઘોડા પૂર આવ્યુ હતું પૂર ને કારણે જેતપુર દેરડી રોડ ઉપર આવેલ બેઠી ધાબી નો પુલ ઉપર બે ફૂટ પાણી ફરી વર્તા જેતપુરથી દેરડી તરફ તંત્ર દ્વાર ધાબી ઉપર પાણી જતું હોઈ કોઈ વાહન ચાલકોને પુલ ઉપર વાહન ચલાવવા ની મનાઈ કરવામાં આવી છે અને સ્થાનિકો ને સાવ ચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

Share This Article